પીએમ મોદીના ઘરે મંત્રીઓ, સચિવો, પ્રભારીઓનું ડિનર, ઘડાઈ આગામી રણનીતિ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ સાથે ડિનર પર ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને આગામી વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ભાર આપવાનો સંદેશ આપ્યો હતો.
બેઠકમાં પાર્ટી અઘ્યક્ષ અમિત શાહ અને અનેક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓને કેદ્ર સરકારની યોજનાઓની સફળતાને મતદાતાઓ સુધી પહોંચાડવા કહ્યું હતું અને તે ઉપરાંત કાર્યકર્તાઓ પાર્ટીને બુથ સ્તર સુધી મજબૂત કરે તેવી સૂચના આપી હતી.
આ વખતની બેઠક સામાન્ય બજેટ અને અનેક રાજ્યમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે મળી છે. જો કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ થશે. તેથી આ બેઠકને મહત્વની ગણવામાં આવી રહી છે, જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ પણ ઘડાઈ છે.મળતી માહિતી મુજબ પૂર્વોતત્રિપુરા, મેઘાલય અને મિઝોરમમાં યોજાનાર ચૂંટણી સહિત મઘ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટ એનડીએ સરકારનું છેલ્લું બજેટ હશે. જેમાં સરકારે મતદાતાઓને આકર્ષી શકાય તેવું બજેટ રજૂ કરવું પડશે.