પીએમની સંપત્તીમાં ૧પ ટકાનો વધારો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાતે જ  આપેલી જાણકારી મુજબ, એમની અંગત સંપત્તિ્‌ ગયા વર્ષની સરખામણીમાં ૧૫ ટકા જેટલી વધી છે.નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં વડાપ્રધાન મોદીની કુલ અંદાજિત સંપત્તિ બે કરોડ  રૂપિયાથી સહેજ વધારે હતી.વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ના વર્ષમાં એમની સ્થાવર અને જંગમ મિલકતો અંદાજે અનુક્રમે રૂ. ૧.૪૧ કરોડ તથા રૂ. ૧.૭૩ કરોડ હતી. વડાપ્રધાન મોદીની પોતાની કોઈ કાર નથી કે એમને વારસામાં પણ કોઈ સંપત્તિ્‌ મળી નથી.વડાપ્રધાનની રોકડ રકમનો આંકડો પણ રૂ. ૮૯,૭૦૦થી વધીને રૂ. ૧,૪૯,૭૦૦ થયો છે. આમ, આ રકમમાં ગયા વર્ષની સરખામણીમાં ૬૬ ટકાનો વધારો થયો છે. મોદી પાસે ૪૫ ગ્રામ વજનની ચાર સોનાની વીંટી છે, જેની કિંમત અંદાજે રૂ. ૧.૨૮ લાખ છે, જે ગયા વર્ષે રૂ. ૧.૨૭ લાખ હતી.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાંધીનગર બ્રાન્ચમાં વડાપ્રધાનનું સેવિંગ્સ એકાઉન્ટ છે, જેમાં રૂ. ૧.૩૩ લાખની બેલેન્સ છે. એ જ બ્રાન્ચમાં એમની ફિકસ્ડ ડિપોઝીટ્‌સનો આંક ચે રૂ. ૯૦.૨૬ લાખ.વડાપ્રધાન મોદીએ ટેકસ-સેવિંગ બોન્ડ્‌સ, લાઈફ ઈન્શ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની યોજનાઓ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્‌સમાં મૂડીરોકાણ કર્યું છે, જેનો આંક રૂ. ૫.૭૫ લાખ થવા જાય છે, ગાંધીનગરમાં મોદીની જે પ્રોપર્ટી છે એની કિંમત રૂ. ૧ કરોડ છે. તે ગયા વર્ષે આટલી જ હતી. વડાપ્રધાનના પત્ની જશોદાબેનની નાણાકીય વિગતો હજી પણ યાદીમાં ‘ખબર નથી’ તરીકે દર્શાવવામાં આવી છે.ગૃહ મંત્રાલયે ઈસ્યૂ કરેલી આચારસંહિતા અનુસાર તમામ પ્રધાનોએ એમની સંપત્તિ્‌ તથા જવાબદારીઓની વિગત દર વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં રજૂ કરી દેવાનું ફરજિયાત છે.