પીએમઓ પર મહીલા આયોગ અધ્યક્ષનો આરોપ

દીલ્હી પોલીસ પ્રધાનમંત્રી કાર્યાલયના ઈશારે પરેશાન કરે છે : દેશભરમાં વધી ગયેેલા રેપકાંડ મામલે સ્વાતી માલીવાલના અનસનનો આજે ચોથો દીવસ : કેજરીવાલ સરકાર પાસે મદદની લગાવી ગુહાર

 

નવી દિલ્હી : દેશમાં મહીલાઓની સુરક્ષા અને વધી રહેલા રેપકાંડની સામે કડક કાર્યવાહી મુદે દેશની મહિલા આયોગના અધ્યક્ષ સ્વામી માલીવાલ દ્વારા અનસન ધરણા કરવામા આવ્યા છે અને આજે તેનો ચોથો દીવસ છે. દરમ્યાન જ આજ રોજ તેઓએ સીધેસીધે વડાપ્રધાનના કાર્યાલય પર જ આરોપ લગાવી અને કહ્યુ હતુ કે, દિલ્હીમાં પોલીસ પીએમઓના ઈશારે કામ કરી રહી છે. તેઓને પરેશાન કરવામા આવી રહ્યા છે. મેડીકલ રીપોર્ટ પણ બળજબરીથી જ લેવામા આવ્યો હોવાનો કચવાટ તેઓએ દર્શાવ્યો હતો. કેજરીવાલ સરકાર પાસે તેઓએ મદદની ગુહાર લગાવી હતી.