પાવરનામું છુપું વેંચાણ ગણવાની માન્યતા બરાબર નથી

ભુજ : અંજાર તાલુકાના મોજે નાની નાગલપરના સ.નં. ૧૪ પૈકીની જમીન હરિજન ભીમજી સુમારને સન ૧૯૬પ માં સાંથણીમાં અપાયેલ જે તેમના ત્રણ વારસોના નામે ચાલતી હતી. સરકારના સન ૧૯૯૬ ના શરતફેરના નિતિવિષયક નિર્ણય અનુસાર ૧૯૯૭ માં મામલતદાર દ્વારા આ જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવી આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવી આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન પૃથ્વીગર જેવતગરે વેચાણ લીધી હતી. મામલતદારનો આ હુકમ નાયબ કલેકટર અંજારે રિવીઝનમાં લઈ સદર જમીનની શરત ફેરફારની કાર્યવાહી અંગે અપાયેલ પાવરનામું છુપુ વેંચાણ હોવાની શંકાના આધારે અરજદાર પૃથ્વીગરના વારસ રતનગરને નોટીસ કર્યા વિના કે સાંભળયા વિના એક તરફી રીતે મામલતદારનો હુકમ રદ કર્યો હતો. વાસ્તવમાં વેચાણ પાવરદાર સીવાયના અન્ય વ્યકિતને શરતફેર થયા પછી કરવામાં આવેલ હતું. આ અંગે રતનગરે કલેકટર કચ્છને રિવીઝન કરતાં કલેકટરશ્રીએ તા. ર૩/૧૦/ર૦૧૭ ના હુકમથી નાયબ કલેકટર અંજારનો હુકમ રદ કર્યો છે અને એવું તારણ આપ્યું છે કે નાયબ કલેકટરે જમીન વેચાણ લેનારને સાંભળયા નથી અને પાવરનામુ છુપું વેંચાણ હોવાનાં કોઈ આધાર પુરાવા નથી અને જા ખરેખર છુપું વેંચાણ હોય તો નાયબ કલેકટરે શરતભંગની કાર્યવાહી કરવાની રહેતી હતી. જે સને ૧૯૯૭ પછી અત્યાર પર્યત કરવામાં આવી નથી આથી નાયબ કલેકટરનો હુકમ તથ્ય વિનાનો, અનુમાન આધારિત અને અધુરી તપાસ/કાર્યવાહી વાળો ઠરાવવામાં આવ્યો છે. અને તેથી તે હુકમ રદ કરવામાં આવ્યો છે.
આ કામે અરજદાર તરફે એડવોકેટ શશિકાન્ત ઠક્કર અને એડવોકેટ દિપક ગોસ્વામી દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. આવા કિસ્સાઓમાં કલેકટરશ્રીએ ગેરકાયદેસર હુકમ કરનાર અધિકારી સામે અરજદારોને બિન જરૂરી પરેશાની, ખર્ચ અને માનસીક ત્રાસ બદલ ખર્ચ અપાવવા અને ખાતાકીય પગલા લેવા જાઈએ તેવું સૌ કોઈ ઈચ્છશે જેથી વહીવટી અધિકારીઓ માટે દાખલો બેસી શકે. અત્રે એ નોંધપાત્ર છે કે ભચાઉના એક કિસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મામલતદાર પાસેથી રૂ. ર૦,૦૦૦/- નું ખર્ચ અરજદારને અપાવવા હુકમ કરેલો છે.