પાલારા જેલમાં સજા કાપતા પાકિસ્તાની કેદીનું બીમારીના કારણે મોત

SSUCv3H4sIAAAAAAAEAJ2RTW7DIBCF95V6B4u1LfmHxKRXiboYA3ZGcUwFOFUU+e4FY6RZd8f7HjPMG96fH0XBBnAo2VfxjiponOfVeQsezRJwUx5cK/TGIswB1pFtu8OcB7867WKLA0nwegp3Ezzq8zvXpIts7GaoCBZjJWFuHXaW0Vb+uzIdvnMUmPQiX/vAJIjVs4YU5Jqusvuv1/ZBoz1RaUM0rAoNSfk0EuZY0JHOPxYlLhMpM/6mLd1YWLl5ELAYv09yBGMqrDTKpmv6pq/55dSd+lb0HWf5G4y8o6Kzpp+5YbDsi3BUsZNsOR+FPlcga17x8ygqMYxDVWuoRdO2YycuYYPbH2PIbxcmAgAA

એચઆઈવીથી પીડિત કેદીને સારવાર માટે અમદાવાદ લઈ જવાતો હતો ત્યારે રસ્તામાં હળવદ સમીપે છોડ્યા દેહ :
બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ

ભુજ : ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરવા સબબ ઝડપાયેલા પાકિસ્તાની કેદીને ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યો હતો. જેને એચઆઈવી સહિતની બીમારી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે પરિસ્થિતિ નાજૂક થતા તેને અમદાવાદ સિવિલ લઈ જવા માટે પોલીસ સ્ટાફ નિકળ્યો હતો. જોકે, રસ્તામાં હળવદ સમીપે એમ્બ્યુલન્સમાં પાકિસ્તાની કેદીએ દેહ ત્યાગી દેતા ભુજ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષ-ર૦૧૯મા ભારતમાં ગેરકાયદે ઘૂસવા સબબ પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના રહેવાસી રર વર્ષિય તગજીભાઈ રાવતાભાઈ હોથીમલની ધરપકડ કરવામાં આવી હતી. જેને ટીબી, એચઆઈવી, પીએલવીએ સહિતની બીમારી હતી. તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે, બુધવારે સાંજે તેની તબીયત વધુ કથળી હતી. તેમજ વેન્ટીલેટર પર દાખલ કરાયો હતો. વધુ સારવાર માટે તબીબોએ તેને અમદાવાદ સિવિલ લઈ જવા સૂચવ્યું હતું. જેથી તબીબી સ્ટાફ અને સાધનો સાથેની આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સમાં પોલીસ જાપતા સાથે તેને અમદાવાદ લઈ જવાયો હતો. પોલીસ જાપતામાં મુન્દ્રા પીએસઆઈ બી.જે.ભટ્ટ, નરા પીએસઆઈ એ.એસ.પરમારનો સ્ટાફ જોડાયો હતો. તગજીભાઈને એમ્બ્યુલન્સમાં લઈ જવાયો ત્યારે રસ્તામાં હળવદ પાસે પહોંચતા તેણે પ્રાણ છોડી દીધા હતા. એમ્બ્યુલન્સમાં હાજર કર્મચારીએ મોનિટર અને ઈસીજી મશીનથી ચેક કરતા તેને મૃત જાહેર કરાયો હતો. કાચા કામના કેદીનું માળિયા-હળવદ રોડ પર મોત નિપજતા સીએચસી હળવદના તબીબે તેને ચકાસી તેને મરણ જાહેર કર્યો હતો. હતભાગીની લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવા માટે જામનગર ખસેડવામાં આવી છે. જ્યાં જાપતામાં પીએસઆઈ ઝાલાને મુકવામાં આવ્યા છે. બી-ડિવિઝન પોલીસ મથકે આ બનાવ અંગે ફરિયાદ લખાવાઈ છે. જેની તપાસ ભુજ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.