પાન્ધ્રોમાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવતી સારવાર માટે ભુજ રિફર કરાઈ

નારાયણ સરોવર : પાન્ધ્રો સોનલનગરમાં રહેતી ૧૭ વર્ષિય સગીરા આજે સવારે અકસ્માતે શરીરે દાઝી જતા પ્રથમ સારવાર સીએચસીમાં આપી વધુ સારવાર માટે ભુજ જીકેમાં રિફટ કરાઈ હતી. નારાયણ સરોવર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ દયાપર સીએચસીના ડો. ભદ્રા જણાવ્યા અનુસાર પાન્ધ્રો સોનલનગરમાં રહેતી વનીતાબેન ખીમજી મહેશ્વરી (ઉ.વ.૧૭) વાળી અકસ્માતે દાઝી જતા તેના પિતા ખીમજી મહેશ્વરી ૧૦૮ દ્વારા દયાપર સીએચસીમાં લઈ આવેલ જેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભુજ રિફટ કરાઈ હતી. નારાયણ સરોવર પોલીસ દફતરે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હેડ કોન્સટેબલ સુરેશભાઈ પરમારે હાથ ધરેલ છે.