પાનેલીમાં યુવાનનો અકળ આપઘાત

સાડી વડે પંખાના હુકમાં ફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં અરેરાટી : પોલીસે આદરી તપાસ

નખત્રાણા : તાલુકાના પાનેલી પાનેલી ગામે રહેતા યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
દયાપર પોલીસ મથકના પી.એસ.ઓ. હરીભારથી ગોસ્વામીએ વિગતો આપતા જણાવેલ કે, આત્મઘાતી પગલાનો બનાવ વહેલી સવારે ૭.૩૦ વાગ્યે બનવા પામ્યો હતો. નખત્રાણા તાલુકાના પાનેલી ગામે રહેતા જગદીશ રામજીભાઈ બલીયા (ઉ.વ.ર૮) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પોલીસ મથકે કરાતા સી.આર.પી.સી. કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી સહાયક ફોજદાર મુકેશભાઈ ડાંગીએ તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા મૃતકના પિતા હયાત નથી અને હતભાગીના લગ્ન થયેલ હતા પરંતુ સંતાન નથી. કેવા કારણોસર આપઘાત કરેલ તે તો અંતિમ વિધિ બાદ પરિવારજનોની પુછતાછમાં સપાટી ઉપર આવી શકે તેમ છે. પાનેલીમાં યુવાનના આપઘાતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્તું હતું.