પાતાલ લોકમાં નેગેટિવ રોલના કારણે મારી કોમેડીની ઇમેજ તૂટીઃ અભિષેક બેનર્જી

મુંબઈ,તા.૧૯ અભિનેતા અભિષેક બેનર્જીએ પોતાના અભિનય થકી મોટી ઓળખ ઉભી કરી લીધી છે. ફિલ્મો પછી તેને વેબ સિરીઝે વધુ ઓળખ આપી છે. નોકઆઉટ, નો વન કિલ્ડ જેસ્કિા, બજાતે રહો, રોકઓન-૨, ઓકે જાનુ, ટોઇલેટ-એક પ્રેમકથા, પાતાલ લોક સહિતમાં કામ કરી ચુકેલા અભિષેકે મિરઝાપુર, ટાઇપરાઇટર, કાલી-૨, પરિવાર, મિરઝાપુર-૨, અજીબ દાસ્તાન્સ સહિતની સિરીઝ કરી છે. અભિષેક કહે છે પાતાલ લોક જેવી સિરીઝમાં કામ કરીને મારી કોમેડીની ઇમેજ તોડવામાં મદદ મળી છે. સ્ત્રી, બાલા, ડ્રીમગર્લમાં કોમેડી કરનાર અભિષેક પાતાલ લોકમાં હથોડા ત્યાગીના રોલમાં સામે આવતાં તેના ચાહકો ચોંકી ગયા હતાં. મરાઠી ફિલ્મ આજીમાં પણ તેણે કામ કર્યુ હતું. તેને પહેલા ડર હતો કે કોમેડી ભુમિકાઓમાં જ તે બંધાઇ જશે. કારણ કે તેને સતત કોમેડી રોલ જ ઓફર થતાં હતાં. પછી અચાનક પાતાલ લોકમાં નેગેટિવ રોલ મળ્યો અને ઇમેજ તૂટી ગઇ. ચાહકોએ તેને આ ભુમિકામાં પણ સ્વીકારી લીધો હતો.