પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા કચ્છ જિલ્લાના પ્રવાસે

પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૩/૭ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૩જીએ સવારે ૯ કલાકે સભાખંડ, નગરપાલિકા કચેરી, રાપર મધ્યે પીવાના પાણીના પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનો તથા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ૧૧ કલાકે મુ.કંથકોટ તા.રાપર મુકામે સુવઇ ડેમ પ્રોજેકટ, રાપર જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેશે. બપોરે ૧૪ કલાકે મુ.ફતેહગઢ તા.રાપર ખાતે ફતેહગઢ ડેમ પ્રોજેકટ, રાપર જુથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેશે. સાંજે ૧૬.૩૦ કલાકે રાજબાઇ માતા, તા.ભચાઉ મધ્યે સામખીયાળી જુથ સુધારણા યોજનાની મુલાકાત લેશે.

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર કચ્છ જિલ્લાના પ્રવાસે

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર આગામી તા.૪/૭ થી ૫/૭ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૪/૭ના સવારે ૧૧ કલાકે પ્રાથમિક શાળા હીરાપર (તા.અંજાર) મુકામે ખીરસરા-મુવારવાંઢ રસ્તાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૫મીએ સવારે ૧૧ કલાકે અંજાર આગમન અને તાલુકા ભાજપ કારોબારી બેઠકમાં હાજરી આપશે.