પાણી પુરવઠા મંત્રીશ્રીએ રૂ.૩૭.૪૫ કરોડના ખર્ચે નિર્માણાધીન ફતેહગઢ ડેમ પ્રોજકેટની મુલાકાત લીધી

રાપર તાલુકાના ૧૭ ગામો અને ૫૧ વાંઢોના લોકો લાભાન્વિત થશે


આજરોજ રાપર તાલુકાના ફતેહગઢ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રૂ.૩૭.૪૫ કરોડના ખર્ચે બની રહેલ ફતેહગઢ ડેમ પ્રોજેકટની જાત મુલાકાત લીધી હતી.

કચ્છનાં પીવાના પાણી સમસ્યા, સ્થિતિ અને કાર્યાન્વિત યોજનાઓની જાણકારી અને પ્રગતિની માહિતી મુલાકાત માટે આવેલા મંત્રીશ્રીએ ફતેહગઢ રાપર જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી પુરવઠા ફિલ્ટર પ્લાન્ટ, કલીયર વોટર સંપ, ડીઆઇ અને પીવીસી પાઈપલાઇન પાથરવાના કામ અન્વયે ૧૧૦ લીટર ક્ષમતાના જળશુધ્ધિ પ્લાન્ટની વિગતો મુખ્ય ઈજનેરશ્રી અશોક વનરા પાસેથી મેળવી હતી. તેમજ કામ કરતા શ્રમિકોની પૃચ્છા કરી હતી.

મંત્રીશ્રીએ ફતેહગઢના સરપંચશ્રી ભીમજીભાઇ રાજપુત, મોટી હમીરપરના પરમાર ભરતભાઇ, પૂર્વ સરપંચ મગાભાઇ કાદરી, રબારી સમાજના પ્રમુખ સાજણભાઇ રબારી અને સ્થાનિકો સાથે પીવાના પાણી મુદે્ ચર્ચા કરી હતી.

આ તકે મંત્રીશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, અગ્રણી અરજણભાઇ રબારી, ખેડુકાવાંઢના ભીખાભાઇ અણદા ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમીરજી સોઢા, ઉપપ્રમુખશ્રી કાનજીભાઇ સોલંકી, અગ્રણી ઉમેશ સોની, ડોલર રાજગોર તેમજ પાણી પુરવઠા નાકાઇ સૌરભ શાહ, ભચાઉ નાકાઇ (યાંત્રિક) કે.ડી.ટેવાણી, ભચાઉ ઈજનેરશ્રી આર.જે.જાડેજા, વાયકોસ કંપનીના ઈજનેરો તેમજ સબંધિત ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.