પાણીદાર કચ્છ બનાવવા રૂપાણીનો હુંકાર

મુંજે કચ્છી ભાંવરે કે મીઠડો આવકાર : સીએમની કચ્છીયતના દર્શન

સવાયા કચ્છી મુખ્યપ્રધાન વિજયભાઈએ અભિવાદનના પ્રત્યુતર સંબોધનમાં કહ્યુ કે, લીલુછમ્મ કચ્છ વિકાસની સોળે કળાએ ખીલશે : ૩પ૦૦ કરોડની રકમને ઝડપી વહીવટીમંજુરી આપીશુ : ગઈકાલે કેબીનેટની બેઠકમાં કચ્છને વધારાના પાણી માટેની સારણ યોજનાના કામોના ટેન્ડરો સહિતના મામલે મંથન કરી લેવાયુ છે : સીએમએ કોંગ્રેસને પણ આ તબક્કે લીધા આડેહાથ : નરેન્દ્રભાઈ મોદીના કચ્છની પરિકલ્પનાઓને વિજયભાઈની સરકાર અવિરત રીતે આગળ વધારતી જ રહેશેનો સીએમે વ્યકત કર્યો નિર્ધાર


કચ્છને વધારાનુ ૧ મિલિયન એકર ફીટ પાણી ફાળવતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનુ કરાયું વિશિષ્ટ અભિવાદન : કચ્છના સાંસદ-ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાભરના આગેવાનો, સંતો-મહંતો સહિતનાઓ રહ્યા ઉપસ્થીત : કચ્છના સૌ મોભીઓએ સીએમનુ કર્યુ અદકેરૂ અભિવાદન

હવે કચ્છમાં જમીન સંપાદનના પડતર પ્રશ્નો મામલે ખેડુતો સહિતનાઓ આપે સહકાર : રાજયમંત્રી વાસણભાઈ આહિરની અપીલઃ અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને ચાંદીની તલવાર આપી કર્યુ સન્માન


ભાજપ અને ભાજપની સરકાર સદાય કચ્છની સાથે છે : નીતીનભાઈ પટેલ કેન્દ્ર-ગુજરાત સરકારના અથાગ ભગીરથ પ્રયાસોથી આજે ટપ્પર મારફતે આખાય જિલ્લાને કચ્છમાં પાણી પહોચાડવા માતબર રકમની સૈદ્વાંતીક મંજુરી આપી છે, હવે પાણીની સમસ્યા ભુતકાળ બની જશે : નીતીનભાઈ પટેલ(ડે.સીએમ)

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કચ્છને વધારાના ૧ મિલીયન એકર ફીટ નર્મદાના પાણી ફાળવવા માટેની યોજનાના અમલીકરણ માટે ૩પ૦૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી જેના પગલે રેતાળ પ્રેદશના હૈતાળ હૈયા ધરાવતા લોકોમાં પણ ખુશીના હિલોાળ ઉઠયા છે. દરમ્યાન જ આજ રોજ સવાયા કચ્છી મુખ્યપ્રધાન વિજયભાઈના આ નિર્ણયને વધાવવા અને બિરદાવવા માટે કચ્છના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, રાજકીય અન્ય આગેવાનો, કચ્છ જીલ્લાના અલગ અલગ તાલુકાના મોભીઓએ સીએમનુ અનેરૂ અભિવાદન સ્વર્ણિમ સંકુલ ૧ ગાંધીનગર ખાતે સમારોહ યોજીને કર્યુ હતુ.જે તબક્કે સન્માનના પ્રત્યુત્તરના સંબોધમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈએ ક્હયુ હતુ કે, કચ્છને પાણીદાર બનાવવા રાજય સરકાર મકકમ છે. આજ રોજ આ તબક્કે વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતા કહ્યુ હતુ કે, મોદીજી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે રાજયના પ્રાણ પ્રશ્નો ઝડપથી પુરા થાય અને ગુજરાત ઝડપથી વિકાસ સાધે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ અનેક પગલા લીધા. સર્વાગી વિકાસ માટે તમામ વિસ્તારોને આવરીને વિકાસ કર્યો હતો. રાજય સરકાર આજે પણ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના સુત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. સૌનો સાથ સૌનો વિકાસનો મતલબ સાડા છ કરોડ ગુજરાતીઓનો વિકાસ. પાણી માટે કચ્છમાંથી હિજરત થાય તે દીવસો હવે ભુતકાળ બનાવી દેવા છે. કચ્છ લીલોછમ્મ કચ્છ બને તે દીશામાં આગળ વધી રહ્યા છીએ. કચ્છના લોકો ઉદમશાળી છે. કચ્છના લોકોના ખભ્ભામાં તાકાત છે તેને પાણી અને વિજળી મળે તો લોકોને ધાન પુરૂ પાડવાની શકિત ધરાવે છે.સીએમ દ્વારા કહેવાયુ હતુ કે, એટલા જ માટે નરેન્દ્રભાઈએ નર્મદા માટે જે ઉપવાસ કર્યા, નર્મદા યોજના જે બંધ હતી તેને વેગ આપ્યો, આજે સદનશીબી અમે સૌ નિમિત બન્યા છીએ અને ખુટતી કડીઓ પુરી કરીને આગળ વધારી રહ્યા છીએ. કોંગ્રેસના મિત્રોને સીએમ દ્વારા આડેહાથ લઈ અને કહ્યુ હતુ કે, નિવેદન માત્ર આપવાના નાટક બંધ કરો, પ્રજાને જવાબ આપો કે, તમે ૧૯૬૦મા શરૂ થયેલ નર્મદાનુ કામ પુરૂ ન કર્યુ, પાણી દરીયામાં વહી ગયુ, કચ્છમાં પહોચ્યુ નહી, આવુ કેમ? કોણ જવાબદાર છે? નર્મદા ત્યાર હતી, કચ્છમાં પાણીનો દુકાળ હતો, ત્યારે તમે કઈ કર્યુ નહી, આજે કામ થઈ રહ્યુ છે ત્યારે પાણીમાથી પોરા કાઢી લોકોને ગેરમાર્ગે દોરવાનુ બંધ કરો. છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોચાવા અમારો સંકલ્પ છે. મેઘા પાટકર કચ્છમા આવી અને નર્મદા જળ અહી પહોચવાના નથીની વાતો કરતી હતી, પરંતુ આપણે કચ્છને ૩૪૦૦ કરોડની રકમ ફાળવી દીધી, ટેન્ડર માટે ગઈકાલે કેબીનેટમાં મંજુરી આપી છે. સીએમ દ્વારા ખાત્રી અપાઈ હતી કે, ઝડપથી વહીવટીમંજુરી મળે, ટેન્ડરો કરી અને ર૦રરની શરૂઆતથી કામો શરૂ થાય તે દીશામાં આગળ વધીએ છીએ. રાજય સરકારે કચ્છના વિકાસ માટે અનેકવીધ યોજનાઓ અમલી બનાવી છે. ડીસેલીનેશન પ્લાન્ટ માંડવીના દરીયાને ખારા કરી મીઠુ કરવાનો પ્લાન્ટ તેનુ કામ ચાલુ થઈ ગયુ છે. દુનીયાનો સૌથી મોટો રીન્યુઅબલ એનર્જી પાર્ક કચ્છના રણમાં બન્યો છે. સફેદરણથી માંડી અને સ્મૃતિવન સુધી નરેન્દ્રભાઈના સ્વપ્નાઓ છે તે પુરા કરીશુ. કચ્છ લીલોછમ્મ બની જશે તો ગુજરાત પણ પાણીદાર બનશે. આ દીશામા ગુજરાત સરકારે વ્યાપક યોજનાઓ બનાવી છે.નેવાના પાણી મોઢે ચડાવવાનુ કામ આપણે કર્યુ છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના પુરી થઈ છે, કચ્છમાં પણ પાણી આ યોજનાથી પહોચાડીશુ. આજનો આ દિવસ નુતન અષાઢી બીજ પૂૃવે સંકલ્પ લઈએ છીએ કે કચ્છને આગળ વધારવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. રાજય સરકાર કચ્છના વિકાસમાં કોઈ કચાશ નહી છોડે તેવો વિશ્વાસ પણ સીએમ દ્વારા વ્યકત કરવામા આવ્યો છે.આ તબક્કે ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે કહ્યુ હતુ કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારે સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારવા માટેનો તત્કાલીક લીધેલ નિર્ણય આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને હવે કચ્છને પણ વધારાના ૧ મિલિયન એક ફુટ પાણીનો લાભ આપવા સક્ષમ બનાવ્યા છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સમનવ્ય સાથેના ભગીરથ પ્રયાસો થકી જ આજે સરકાર દ્વારા કચ્છને નર્મદાના વધારાના જળ આપવા માટે ૩૪૦૦ કરોડથી વધુની રકમ મંજુર કરી દેવાઈ છે. હવે કચ્છમાં પાણીની સમસ્યા ભુતકાળ જ બની રહેશે તેવો વિશ્વાસ શ્રી પટેલે વ્યકત કયો હતો.આ તબક્કે રાજયમંત્રી વાસણભાઈ આહીરે ગુજરાત સરકારે કચ્છના નર્મદા જળના વિશાળ પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવા સમાન માતબર રકમની મંજુરી આપી દીધી છે. નર્મદાજળથી કચ્છને નંદનવન બનાવતા હવે કોઈ નહી રોકી શકે. તેઓએ કહ્યુ કે, સરકાર દ્વારા કચ્છના નર્મદાજળના વિષય મામલે આટઆટલી ચિતાઓ દર્શાવી અને માતબર રકમ મંજુર કરી છે તેવામાં હવે કચ્છના જમીન સંપાદન સહિતના નામ પુરતા પડતર રહેલા પ્રશ્નોમાં ખેડુતો સહિતના સૌ કોઈ સહકાર આપે અને કચ્છમાં છેવાડાના વીસ્તારો સુધી નર્મદાજળ લહેરાતુ જોઈએ તેવા સહીયારા પ્રયાસો ધરવા વાણસભાઈએ અપીલ કરી હતી.સ્વર્ણીમ સંકુલ – ૧ ખાતે આજ રોજ યોજાયેલ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં મંચ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ બિરાજમાન રહ્યા હતા. જ્યારે આ તબક્કે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ તથા કચ્છના વિવિધ સંતોશ્રી શાંતિદાસજી બાપુ – રવિભાણ આશ્રમ, વિરાણી મોટી , દિલપરાજા દાદા – મોરજર અખાડા, જગજીવનદાસજી બાપુ – બિબર આશ્રમ, જાનકીદાસજી બાપુ – કમીજલા આશ્રમ, મુકુંદદાસજી બાપુ – બિબર આશ્રમ, પૂર્વ ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, પંકજ મહેતા, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ, જાડેજા પ્રદ્યુમનસિંહ – ધારાસભ્યશ્રી અબડાસા,જયસુખભાઈ પટેલ – તા.પં. પ્રમુખ નખત્રાણા જાડેજા કરશનજી – જિ.પં. સદસ્ય નિરોણા, જાડેજા રાજેન્દ્રસિંહ – જિ.પં.સદસ્ય નેત્રા, ગોરડિયા પરસોત્તમ – જિ.પં. સદસ્ય મોથાળા, તુવર વેસલજી – તાલુકા ભાજપ પ્રમુખ લખપત, જાડેજા જયદિપસિંહ – મહામંત્રી તાલુકા ભાજપ અબડાસા, જાડેજા મહાવિરસિંહ – વિરોધપક્ષ નેતા, તા.પં. અબડાસા,શાહ અરવિંદભાઈ – મહામંત્રી તાલુકા ભાજપ અબડાસા, જાડેજા નરેન્દ્રસિંહ – મહામંત્રી જિલ્લા યુવા મોરચો, પરસોત્તમભાઈ પટેલ – પ્રમુખ કિશાન મોર્ચા જિલ્લા, જાડેજા ગજાજી – બિબર, જાડેજા ભિભાજી – અરલ, રબારી વેલાભાઈ – નખત્રાણા, લાલજીભાઈ રામાણી – નખત્રાણા, આહિર માળાભાઈ – હિરપુર, નખત્રાણા, સુરેશદાન ગઢવી – મોરગર, રાજેશભાઈ ભાનુશાલી – નિરોણા સરપંચ, રમેશભાઈ આહિર – તા.પં. સદસ્ય નિરોણા, જાડેજા જયદેવસિંહ – તા.પં. સદસ્ય ડુમરા સીટ, શંકરભાઈ પટેલ – તા.પં. સદસ્ય અબડાસા, ભાનુશાલી મહેન્દ્રભાઈ – તા.પં. સદસ્ય અબડાસા, કાનજી કાપડી – નખત્રાણા, વસંતભાઈ પટેલ – મહામંત્રી તાલુકા ભાજપ લખપત, જાડેજા મયુરસિંહ – અબડાસા, જાડેજા રૂપસિંહ – બિબર, જાડેજા ખેતાજી – બિબર, મહેશ્વરી મનજી – બિબર, સીજુ દેવસી – બિબર, જાડેજા અરવિંદસિંહ – બિબર, વાલજી આહિર – નિરોણા, મુસા પાડા – નિરોણા, ખેંગારભાઈ નંજાર – નિરોણા, ભાનુશાલી જીતેન્દ્ર – નિરોણા, રબારી મહેશ – નખત્રાણા, સોઢા કરશનસિંહ – બિબર,મુંદરા માંથી વિશ્રામભાઈ ગઢવી – મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ, કિશોરસિંહ પરમાર – ન.પા.પ્રમુખ, ડાયાલાલ આહિર – કારોબારી ચેરમેન, પ્રણવ જોષી – શહેર પ્રમુખ, વિરમભાઈ ગઢવી – જિલ્લા પંચાયત, વાલજીભાઈ ટાપરિયા – જિલ્લા ભાજપ મંત્રી, ચેતનભાઈ ચાવડા – મહામંત્રી, કિર્તી ગોર તથા નગરપાલીકા, જિલ્લા પંચાયત સંગઠનના વિવિધ હોદેદારો.ભુજ શહેર અને તાલુકામાંથી ભીમજીભાઈ જોધાણી, હરેશ ભંડેરી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, દામજીભાઈ ચાડ, હરિભાઈ ગાગલ, હેતલબેન મહેતા, લક્ષ્મીબેન જરૂ, પ્રવીણાબેન રાઠોડ, પલ્વીબેન ઉપાધ્યાય, જયેશ ભાનુશાલી, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, શીતલ શાહ, બાલકૃષ્ણ ગોર, જયદીપસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર,મુકેશ ચંદે, તાપસ શાહ,અંજાર શહેર અને તાલુકામાંથી વલ્લમજીભાઈ હુંબલ, ત્રિકમભાઈ છાંગા, જીવાભાઈ શેઠ, વસંત કોડરાણી, લીલાવંતીબેન પ્રજાપતિ, રાજીબેન હુંબલ, કાનજીભાઈ આહિર, બહાદુરસિંહ જાડેજા, અશ્વિનભાઈ સોરઠિયા, દેવજીભાઈ વરચંદ, શંભુભાઈ હુંબલ સહિતના અનેક અગ્રણીઓ,પંકજભાઈ ઠક્કર,, જનકસિંહ, ધર્મેન્દ્રસિંહ, ભરતસિંહ, રૂપેસભાઈ, ઘેલાભાઈ, રાજા પટેલ, ક્રીનદેવસિંહ, ગોકર ભાઈ, રણછોડ પટેલ, મહેશ ભાઈ , હરિસિંહ,રાજપાલ સિંહ, અરજણભાઈ રબારી, બાબુભાઈ ગુજરીયા , દેવુભાઈ જાડેજા, દેવજીભાઈ વરચંદ, ઘેલાભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, ધનજીભાઈ હુંબલ, શૈલેષ લાવડીયા, નરેન્દ્રસિંહ જાઙેજા, ઉમીયાશંકર જોષી, કલાવંતીબેન જોષી , ભરતસિંહ જાઙેજા , રાજેન્દ્રભાઇ ઠક્કર૪ અંજાર શહેર મહામંત્રી અશ્વિન સોરઠીયા, નગરણાલીકાના પ્રમુખ લીલાબેન, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, જીવા શેઠ, માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, કા.ચેરમેન જીજ્ઞાબેન હોદારવાલા, સુરેશ સંઘાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છને નર્મદાના વધારાના નીર પહોંચાડવાના કામનું રજૂ થયું પ્રેજન્ટેશન

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રથમ તબક્કા હેઠળ ૩૪૭પ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની જે સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે તેમાંથી જળસંપત્તિ વિભાગ દ્વારા સરન જળાશય, સર્ઘન લીંક-તબક્કો-૧, હાઇ કન્ટુર સ્ટોરેજ, નોર્ધન લીંક તબક્કો-૧ના વિવિધ કામો હાથ ધરવાનું આયોજન છે.તદઅનુસાર, કચ્છ શાખા નહેરની સાંકળ ૧૦૫ કીમી પાસેથી પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ થવાથી રાપર તાલુકાના ૯ ગામોના અંદાજે ૪૨૦૦૦ એકર વિસ્તારને સિંચાઇમાં તથા ૫૦૦૦૦ લોકોને લાભ થશે. સધર્ન લીંક (તબક્કો)-૧ અંતર્ગત ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દસરડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. અંદાજિત રકમ રૂ. ૧૨૨૫ કરોડના આ કામોને પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના ૩૫ ગામોના અંદાજે ૭૫,૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના ૬, મુંદ્રા તાલુકાના ૬, માંડવી તાલુકાના ૫ અને ભુજ તાલુકાના ૩ એમ કુલ ૨૦ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. હાઇ કન્ટુર સ્ટોરેજ અન્વયે આ લીંક હેઠળ ટપ્પર જળાશયમાંથી ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામોને પણ અંજાર અને ભુજ એમ બે તાલુકાના કુલ ૨૦ ગામોના અંદાજે ૩૮૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ તાલુકાના ૬ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. નોર્ધન લીંકઃ (તબક્કો-૧) અનુસાર આ લીંક હેઠળ તબક્કા-૧માં ટપ્પર જળાશયમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામો થવાથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ ૩૨ ગામોના અંદાજે ૮૦૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૪૫,૦૦૦ લોકોને લાભ મળશે.સમગ્રતયા આ કામો હાથ ધરાવાથી પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના ૬ (છ) તાલુકા રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભુજ અને નખત્રાણાના ૯૬ ગામોના અંદાજે ૨,૩૫,૦૦૦ એકર વિસ્તારમાં પાણીની સુવિધા પુરી પાડી શકાશે તથા અંદાજે ૩,૮૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ યોજનાકીય કામોમાં પાઇપલાઇનથી પાણી આપવાનું આયોજન છે તેથી પાણીનો બગાડ થશે નહીં અને પાણીનો મહત્તમ ઉપયોગ થતા તેના વધુમાં વધુ લાભો મેળવી શકાશે. આમ, આ કામોમાં હાલના તબક્કે સરન જળાશય સહિત કુલ ૩૮ જળાશયોમાં પાણી નાખવાનું આયોજન છે. ઉપરાંત ચેક્ડેમો અને તળાવોમાં પણ પાણી નાખવાના આયોજનને પરિણામે ભુગર્ભ જળ પણ ઉંચા આવશે અને આસપાસના વિસ્તારમાં લોકોને સીધો-આડકતરો લાભ થશે. કચ્છ વિસ્તારમાં નર્મદા જળથી કૃષિ-પશુપાલનના વિકાસને નવી દિશા મળશે.