પાટીદારો સામેના ૬૮ કેસોની કામગીરી પ્રગતિમાં

ગાંધીનગરઃ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાટીદારો સામે કુલ ૫૩૭ કેસો નોંધાયા હતા. જેમાં ૩૦મી, જૂન ૨૦૧૬ સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૦૯ કેસો પાછા ખેંચી લેવાયા હતા. જ્યારે બીજા તબક્કામાં ૧૩૭ મળીને કુલ ૨૪૬ કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ૨૨૩ કેસો તો એવા છે કે, જેમાં તપાસ કરાયા બાદ એ સમરી ભરીને બંધ જ કરી દેવાયા છે. આમ કુલ ૫૩૭ કેસોમાંથી ૪૬૯ કેસો તો રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચી લેવાયા છે કે તેનો નિકાલ કરાયો છે. હવે, ૬૮ કેસો બાકી છે. જે અંગેની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે એમ રાજ્યના ગૃહ વિભાગના ઉપ સચિવ પંકજ દવેએ જણાવ્યું છે.