પાટીદારો માટે સુખદ સમાચાર : ૪પ૦ કેસો પરત ખેચાશે

ગૃહવિભાગ-કાયદા વિભાગને કાર્યવાહી શરૂ કરવા ભાજપના અધ્યક્ષ શાહનું સૂચન :  સમગ્ર પ્રક્રીયાનુ મોનીટરીંગ સીએમ વિજયભાઈ રૂપાણી રાખશે : ૧૦ દીવસમાં જ સત્તાવાર જાહેરાત થવાની સંભાવના

 

ગાંધીનગર :  ગુજરાતમાં ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ અને સમાધાન કરી લેવાની દીશામાં એક પછી એક વાયદાઓ સરકાર પુરા કરવાની દિશામા આગળ ધપી રહી છે. તાજેતરમાં જ ગુજરાતની કેબીનેટની બેઠક મળી હતી જેમાં પાટીદાર અનામત માટે આયોગ અને નિગમની રચના કરવાની માંગનો સ્વીકાર કરી લેવામા આવ્યો હતો તો વળી બીજીતરફ હવે આજ રોજ સરકાર દ્વરા અનામત આંદોલન સમયે જે પાટીદાર યુવાનો પર કેસો દાખલ કરવામા આવ્યા હતા તે કેસો પરત ખેંચવાની દીશામાં નિર્ણય સરકાર અને સંગઠન તબક્કે લેવાઈ ગયો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.
એક બાજુ આયોગ-નિગમની રચનાની વાત કરવામા આવી હતી તથા કેસો પરત ખેચવાની તૈયારી સરકાર દ્વારા કેબીનેટમાં બતાવવામા આવી હતી. હાલના તબક્કે જે પાટીદાર સમાજના યુવાનો પર કેસ કરવામ અવયા છે તે તમામ કેસો સરકારે અને સંગઠન દ્વારા પરત લેવાની તૈયારીઓ શરૂ કરવામા આવી છે. રાજયના કાયદા વિભાગ દ્વરા આ કાર્યવાહી શરૂ કરવામા આવી છે. પાસ અને એસપીજી સહિતનાઓ દ્વારા હવે આંદોલનનો અંત લાવવામા આવે તેમ જણાઈ આવી રહ્યુ છે. સરકારની સકારાત્મકતા આગામી ૧૦ દીવસમાં પરીણામ લક્ષી સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે.