પાટણના જમીનવિવાદમાં આક્રોશની આગ વકરી

૧૪મીએ શા માટે મને સામખીયાળી બંધ કરવું પડશે? : મેવાણી
પાટણ : વડગામના ધારાસભ્ય અને દલિત આંદોલનકારી યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા પણ પાટણનીઘટનાને મુદે આજ રોજ નિવેદન આપી અને કહેવાયુ છે કે, દલિતોની સામે થતા અત્યાચારને અટકાવવો જ રહ્યો. પાટણની ઘટના બાદ વિજયભાઈ રૂપાણીએ રાજીનામુ આપ દેવુ જોઈએ. તેઓએ કહ્યુ કે, મારે આ વખતે ૧૪મી એપ્રીલના રોજ સામખીયાળી ખાતે કેમ બંધની જાહેરાત કરવી પડી છે?અમદાવાદઃપાટણ કલેકટર કચેરીએ આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર દલિત આગેવાનની અમદાવાદની એપોલો હોસ્પિટલે દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુલાકત લીધી હતી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભાનુભાઈને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પીટલમાં લવાયા છે ડોક્ટરોને મળ્યા બાદ .દલીતનેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે આ ઘટના ભાનુભાઈએ કંટાળીને લીધી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાનુભાઈનો જીવ બચી જાય.તેમણે કહ્યું કે, ૯૬ ટકા બોડી બર્ન થઇ છે. તેમણે હતાશ થઇને આ પગલું ભર્યું છે. આ ઘટના બાદ સરકારે ડૂબી મરવું જોઇએ. હું મારી ભાષાને લગામ નહીં રાખી શકું. વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવીશે.

 

 

પાટણની ઘટના દુઃખદ : રૂપાણી
મુખ્ય સચીવને ઘટનાની તપાસ સોપી
ગાંધીનગર : ગઈકાલે પાટણમાં બની ગયેલી આત્મવિલોપના પ્રયાસની ઘટનાના પગલે આજ રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ પ્રતિક્રીયા આપી છે. તેઓએ ઘટનાને દુખદ ગણાવી અને સરકાર આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરાવશે મુખ્ય સચીવને તપાસ સોપી દેવામા આવી છે. તેઓએ કહ્યુ કે, પીડીતનો સારવારનો તમામ ખર્ચ સરકાર જ ઉપાડશે.સીએમ દ્વારા ગુજરાતની પ્રજાને શાંતી રાખવાની અપીલ કરી છે. તેઓએ કહ્યુ છે કે, હું માનુ છુ કે, તેમના કુટુંબના લોકોએ કહ્યુ છે કે આ ઘટનાને રાજકીય રીતે ન મુલવાય. ત્યારે આ ઘટનાને તેના દુખ અને સંવેદનનાને વિચારવામાં આવે. સરકાર મુખ્ય સચિવને આ ઘટનાની તપાસ સોપી દેવાઈ છે. જે કાંઈ પણ તથ્ય સામે આવશે તેની સામે સરકાર તાત્કાલીક કડક પગલા લેશે તેમ શ્રી રૂપાણીએ કહ્યુ હતુ.

 

 

બોર્ડર રેન્જ આઈજી શ્રી પીયુષ પટેલે યોજી સતર્કતા બેઠક
ગાંધીધામ : પાટણમાં જે દુખદ ઘટના બની છે અને લોકોમાં રોષ ફાટયો હોવાનો વર્તારો દેખાય છે તેની સામે કચ્છ-પાટણ અને બનાસકાંઠા બેાર્ડર રેન્જના પોલીસ વડા શ્રી પીયુષ પટેલ દ્વારા પણ કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટેની તકેદારી માટેની તાકીદ કરતી એક મહત્વપૂર્ણ બેઠક યોજી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.

 

 

પાટણ : જમીન વિવાદને પગલે આક્રોશની આગ વકરી રહી હોય તેવો વર્તારો સામે આવી રહ્યો છે. ગત રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામા આવ્યો છે અને તે પછી સરકાર દ્વારા માત્ર મૌખીક હૈયાધારણા જ અપાઈ હોવાની વાત સામે અવ્યા બાદ હવે આજ રોજ પાટણ બંધનુ એલાન વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા બોલાવવામા આવી છે દલિત સમાજ દ્વારા આજ રાજે પાટણમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાઆવ્યા હતા. દેખાવો કરી અને આજે બજારો બંધ કરવામા આવી હતી. દલિત સમાજ સરકાર પાસે લેખિત બાંહેધરી માંગી રહી છે. દેખાવકારોએ આજ રોજ એસટી બસોને પણ અટકાવી હતી. આત્મવિલોપનની ઘટના ગઈકાલે બની હતી તેના પડઘા આજે પણ જોવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,
પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદને લઈને દલિત આગેવાને તંત્રના અધિકારીઓની સામે જ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જોકે સ્થાનિક લોકોએ આગને બુઝાવી ગંભીર રીતે દાઝી ગયેલ દલિત આગેવાનને તાત્કાલીક સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. , દલિત આગેવાનની હાલત ગંભીર હોવાના કારણે તેને પાટણથી અમદાવાદ અપોલો હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ આત્મવિલોપનના પ્રયાસને લઈને માહોલ ગરમાયો છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પર આક્ષેપો પણ લગાવાઈ રહ્યા છે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.