પાક. મુદ્દે ચીનનો ના-પાક એકરાર

પાકિસ્તાનમાં છે ત્રાસવાદઃ ચીને પહેલીવાર સ્વીકાર્યું : જો કે ડ્રેગને સુષ્માના યુનોના પ્રવચનને ગણાવ્યું અહંકારી

 

UNમાં પાકિસ્તાનના ‘જુઠાણા’નો ભારતે આપ્યો વળતો જવાબ

ન્યૂયોર્કઃ સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનના ‘નકલીવાડા’નો ભારતે ‘રાઇટ ટુ રિપ્લાય’ દ્વારા જોરદાર જવાબ આપ્યો છે. સોમવારના રોજ ભારતના યુવા ડિપ્લોમેટ પૌલોમી ત્રિપાઠીએ  પાકિસ્તાન દ્વારા રજૂ કરવામાં આવેલી નકલી તસવીરના જવાબમાં એક કાશ્મીરી આર્મી ઓફિસરની તસવીર દેખાડી, જેમનું આતંકવાદીઓએ અપહરણ કરીને મારી નાંખ્યા હતા.  ત્રિપાઠીએ કહ્યું કે આ પાકિસ્તાનનો અસલી ચહેરો છે જે વર્ષોથી કાશ્મીરને આતંકવાદનું દુંખ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કાશ્મરીને લઇને જુઠ્ઠાણું ફેલાવા માટે નકલી ફોટાનો ઉપયોગ કરી રહ્યાં છે જેથી કરીને વૈશ્વિક આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાથી દુનિયાનું ધ્યાન હટાવી શકાય.સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની સૌથી જુનિયર ડિપ્લોમેટ પૌલોમી ત્રિપાઠીએ બે તસવીરો દેખાડી. તેમના હાથમાં ભારતના શહીદ આર્મી ઓફિસર ઉમર ફૈયાઝની તસવીર હતી તો બીજા હાથમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મલિહા લોધીનો ફોટો જેમાં તેઓ ફિલિસ્તાનની એક મહિલાને કાશ્મીરી મહિલા ગણાવતા નજર આવી રહ્યા છે. ત્રિપાઠીએ કહ્યું કે પાકિસ્તાનનો અસલી ચહેરો હવે કોઇનાથી છુપાયેલો રહ્યો નથી. પાકિસ્તાનની તરફથી સંયુકત રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવાનો જવાબ આપતા ત્રિપાઠીએ કહ્યું કે અમારે મજબૂર થઇને આ તસવીર (ફૈયાઝની) દેખાડવી પડી રહી છે જે કાશ્મીરમાં પાકિસ્તાનની નીચ હરકતોથી મળેલ દર્દને દર્શાવે છે. તેમણે કહ્યું કે લેફિટનેંટ ઉમર ફૈયાઝની આ સાચી તસવીર છે, નકલી નથી. જમ્મુ અને કાશ્મીર રાજયના એક યુવાન આર્મી ઓફિસર. મે ૨૦૧૭જ્રાક્ન પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ઉમરને એક લગ્ન સમારંભમાં અપહરણ કરી લીધું હતું. તેમણે ભયંકર ટોર્ચર કર્યું અને પછી તેમની હત્યા કરી દીધી હતી. આ અસલી ફોટો છે. આ ફોટો કડવા અને અફસોસજનક સત્યને ઉજાગર કરે છે. સરહદ પારથી ફેલાઇ રહેલા આ આતંકવાદથી ભારતના લોકો, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના લોકો દરરોજ ઝઝૂમી રહ્યા છે. આ એ સચ્ચાઇ છે જેને પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ છુપાવાની કોશિષ કરી રહ્યાં હતા.
સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ અધિકારી મલીહા લોધીને જોરદાર જવાબ આપનાર ભારતના પૌલમી ત્રિપાઠી ૨૦૦૭ની બેચના ઓફિસર છે. તેઓ સંયુકત રાષ્ટ્રના ભારતના સ્થાયી મિશનના સૌથી જુનિયર અધિકારી છે. મિશનનું નેતૃત્વ વરિષ્ઠ અધિકારી સૈયદ અકબરૂદીન કરે છે.
પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતે પૌલમી ત્રિપાઠીને સમજી વિચારીને પસંદ કર્યા. સંયુકત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના ભાષણમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર બરાબર આડે હાથે લીધા હતા. તેમે કહ્યું હતું કે ભારતે યુવાઓને આગળ ધપાવ્યા, મોટી-મોટી સંસ્થાઓ બનાવી પરંતુ પાકિસ્તાનને આતંકવાદી સંગઠન બનવ્યા. સુષ્માની વાતને આગળ વધારવાના હેતુથી પાકિસ્તાનને જવાબ આપવા માટે સૌથી યુવા અધિકારીને પસંદ કર્યા. ત્રિપાઠી ભારતના સ્થાયી મિશનમાં માનવાધિકારનો વિષય જુએ છે.

 

 

બેજિંગ : સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની સામે ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કરેલા તીખો હુમલાને ચીને અહંકાર ગણાવ્યો છે. ચીની મીડિયાએ આરોપ લગાવ્યો છે કે હાલના વર્ષોમાં થયેલા સરળ આર્થિક વિકાસ અને વિદેશ સંબંધોના કારણે ભારત, પાકિસ્તાનને નીચું દેખાડી રહ્યું છે. જોકે, તેની સાથે જ પાકિસ્તાનમાં આતંકવાદની વાતનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું અને કહ્યું હતું કે ભારત ૈંં્‌ અને ૈંંસ્ બનાવ્યા જયારે પાકિસ્તાને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ જેવા આતંકી સંગઠનો તૈયાર કર્યા. સુષ્માના નિવેદનથી ચીડાયેલા ચીની સરકારી મીડિયાએ ભારતના વલણને પક્ષપાતી વલણ ગણાવ્યું છે. સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પોતાના એડિટોરિયલમાં લખ્યું,  ‘પાકિસ્તાનમાં આતંકવાદ છે, પરંતુ આતંકવાદનું સમર્થન કરવું કયા દેશની રાષ્ટ્રી નીતિ છે? આતંકવાદનો નિર્યાત કરીને પાકિસ્તાનને કયો ફાયદો થઈ શકે છે? રૂપિયા કે સન્માન?’ પોતાના એડિટોરિયલમાં ‘ઈન્ડિયાઝ બિગટ્રી નો મેચ ફોર ઈટ્‌સ એમ્બિશન’માં લખ્યું, ‘હાલના સમયમાં અર્થવ્યવસ્થાના સરળ વિકાસ અને વિદેશ સંબંધોના કારણે અભિમાની ભારત પાકિસ્તાનને નીચું દેખાડી રહ્યું છે અને ચીનની સાથે પણ અહંકાર કરી રહ્યું છે.’ આગળ લખ્યું છે કે ભારતને લાગે છે કે પાકિસ્તાન પોતાના પાડોશીઓથી ડરશે અને અમેરિકા તથા યુરોપના પ્રલોભનમાં આવી જશે. ભારતે મતભેદ વધારવાની જગ્યાએ ચીનની સાથે મિત્રવત વ્યવહાર કરવો જોઈએ અને પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસને ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ પણ આ એડિટોરિયલમાં કરવામાં આવ્યો છે. તેમાં આગળ લખ્યું છે, ‘તેઓ (સુષ્મા) ભારતીય મીડિયા પર વિશ્વાસ કરીને જૈશ-એ-મહોમ્મદ ચીફ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના આંતરાષ્ટ્રીય પ્રયત્નોને લઈને ચીન પર અપ્રત્યક્ષ રીતે હુમલો કરી રહ્યા હતા.