પાક.ના આતંકીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં ચીન

બેજિંગ : ચીન પાકિસ્તાન પર બે આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરી શકે છે. ચીની સરકારના થિંક ટેક સાથે જોડાયેલા બે એકસપટ્‌ર્સે આ વાત કરી હતી. પાકિસ્તાન આધારિત આ બન્ને ખુંખાર આતંકી સંગઠનોના નામ બ્રિકસ દેશોના મેનીફેસ્ટોમાં જોડવામાં આવ્યા છે.બેજિંગ સ્થિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની અધ્યન સંસ્થાઓના નિર્દેશક હુ શિંશેગે કહ્યું, ‘મેનીફેસ્ટોને ધ્યાનમાં રાખીને તમે કહી શકો છો કે આ મામલા પર ચીનના સ્ટેન્ડમાં સ્પષ્ટ બદલાવ આવ્યો છે.’ હુંએ કહ્યું, ‘આ આતંકી સંગઠન છે અને તેમને (મેનીફેસ્ટોમાં) જરૂર ઉલ્લેખ કરવામાં આવવો જોઈએ, આ બન્ને વધુ ઘાતક આતંકી સંગઠનો છે, જેમણે હાલમાં ચીનના બે નાગરિકોને મારી નાખ્યા હતા. તેમના નામ પણ આ લિસ્ટમાં હોવા જોઈએ.’આ મુદ્દા પર ચીનની નજર બદલાઈ છે તે વિશે પૂછવામાં આવ્યું તો ચીનના વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સંબંધિત સંગઠનો ‘ઘણાં હિંસક’ અને ‘સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી પ્રતિબંધિત છે.’ જોકે, નિવેદનમાં પાકિસ્તાનનું નામ નથી લેવામાં આવ્યું. મંત્રાલયે કહ્યું, ‘બ્રિકસ દેશોના આ સમૂહોની હિંસક ગતિવિધિઓ પર ચિંતા વ્યકત કરી છે. આ તમામ સંગઠનો પર સંયુકત રાષ્ટ્ર પરિષદે પ્રતિબંધ લગાવ્યો છે અને તેમની અફઘાનિસ્તાનના મામલામાં પણ ઘણી અસર છે.’હુએ ચીનના દૃષ્ટિકોણમાં આવેલા બદલાવ અંગે પાકિસ્તાનની અંદર સંભવિત પ્રતિક્રિયા પર ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે પાકિસ્તાન તેના અપમાનિત અનુભવ કરશે. તેને લાગે છે કે ત્રણ દેશો અમેરિકા, ચીન અને ભારતે તેને સાઈડમાં કરી દીધા છે.’ હુએ પાકિસ્તાન પર આતંકવાદીઓને ઉછેરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્‌ર્મ્પના નિવેદનને ટાંકયું હતું.તેમણે કહ્યું, ‘આવી હાલતમાં ચીન પાકિસ્તાનની સાથે આતંકરોધી સહયોગને આગળ વધારવામાં ઘણી કઠીનાઈ અનુભવી રહ્યું છે.’ ચીને જેશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર સંયુકત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધ લગાવવાની ભારતની કોશિશોમાં વારંવાર વિક્ષેપ ઉભા કર્યા છે.