પાક ચાંચીયાઓએ પુનઃ પોત પ્રકાશ્યુંઃ જખૌ કાંઠે ફરી નાપાક હરકત

જખૌ આઈએમબીએલ પાસેથી પાકીસ્તાની મરીન્સે એક  ભારતીય બોટ સહિત છ માછીમારોનું કર્યુ અપહરણ

 

ગાંધીધામ :  ભારત અને પાકીસ્તાનની વચ્ચે જખૌ દરીયાઈ ક્ષેત્રમાં મેરીટાઈમ બોર્ડની હદ નિંશ્ચીત ન હોવાથી પાકીસ્તની ચાંચીયાઓ સમયાંતરે અહીથી ભારતીય નિદોર્ષ માછીમારોને ઉઠાવી જતા હોય છે. દરમ્યાન જ ફરીથી જખૌ કાંઠે પાક ચાંચીયાઓએ પોત પ્રકાશ્યુ હોય તેમ નાપાક હરકતને અંજામ આપી દેવામા આવ્યું છે.કચ્છમાં પાકીસ્તાનની દરીયાઈ સીમાને અડીને અલા જખૌ ખાતે આઈએમબીએલ નજીક પાકીસ્તાની મરીન સીકયુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવામા આવ્યું છે. આ બોટમાં સવાર છ માછીમારોને પણ પાક ચાંચીયાઓ ઉઠાવી ગયા હોવાથી અહી ફફડાટનો માહોલ ફરીથી ઉભો થવા પામી ગયો છે.
ગઈકાલે હજુ તો દ્વારકાની એક બોટનું અપહરણ કરવામાં આવ્યા હોવાની વાત સમી નથી ત્યા તો ફરીથી જખૌ કાંઠેથી વધુ એક ભારતીય માછીમાર બોટનું પાક. મરીન્સ દ્વારા અપહરણ કરવામા આવ્યુ છે. આ જલમંજીલ નામની બોટને જખૌ સમીપેથી પાકીસ્તાની ચાંચીયાઓ ઉઠાવી ગયા હોવાની ઘટનાથી માછીમારોમાં ભયનો માહોલ ઉભો થવા પામી ગયો છે.