પાકે. ફરી વગાડી કાશ્મીરની પીપુડી

સમસ્યાનું સમાધાન શોધ્યાના બરાડા : નવી સરકારની રચના થયા બાદ નાપાક દેશે ફરીથી શરૂ કર્યો કાશ્મીરનો રાગ

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની માનવાધિકાર પ્રધાન શીરીન મજારીનું કહેવું છે કે તેમણે વિવાદિત કાશ્મીર સમસ્યાનું નિરાકરણ શોધી કાઢયું છે. મજારીને પાકિસ્તાની સેનાની નજીકના માનવામાં આવે છે અને પાકિસ્તાની રાજકારણમાં સેનાની દખલ વિષે આખી દુનિયા જાણે છે. નવી સરકાર બન્યાના થોડા દિવસોમાં જ ફરીથી પાક સરકારે કાશ્મીર રાગ આલાપવાનું શરૂ કર્યું છે.