પાકીસ્તાન યુદ્ધને બદલે ડાહી ડાહી મંત્રણાની વાતો કરી

લંડન : પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે ભારત સાથે યુદ્ઘનો વિકલ્પ નથી અને કાશ્મીર સહિત દરેક લાંબા મુદ્દાનો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ લાવી શકાય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના સાઉથ એશિયા સેન્ટરમાં ‘ફયૂચર ઓફ  પાકિસ્તાન ૨૦૧૭’ને સંબોધિત કરતાં અબ્બાસીએ કાશ્મીરને મુળ મુદ્દો બતાવ્યો હતો અને કહ્યું હતું કે જયાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો
તણાવપૂર્ણ રહેશે.અબ્બાસીએ કહ્યું હતું કે, ‘કાશ્મીર ભારત સાથેનો મુળ મુદ્દો છે. તેનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી પાકિસ્તાન-ભારતના સંબંધો તણાવભર્યા રહેશે. અમે દરેક સ્તર પર વાતચીત માટે તૈયાર છીએ અને વાતચીતનો માર્ગ નીકળી શકે છે. યુદ્ઘ વિકલ્પ નથી.’ ભારતના કોલ્ડ સ્ટાર્ટ ડોકટ્રઇન સહિત અન્ય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં અબ્બાસીએ કહ્યું કે, ‘પાકિસ્તાન પાસે પ્રતિરોધની ક્ષમતા છે.’
અબ્બાસીને બન્ને દેશોની વાતચીતમાં ઉલ્લેખનીય પ્રગતીને લઇને વધારે આશા જાહેર કરી નહોતી કારણકે આવતા વર્ષે પાકિસ્તાન અને ૨૦૧૯માં ભારતમાં ચૂંટણી થવાની છે. અબ્બાસીએ કહ્યું કે કોઇ મોટી યોજનાની શકયતા નથી જોવા મળી રહી. તેમણે સંમેલનમાં વિઘાર્થીઓના સવાલના જવાબમાં સ્વતંત્ર કાશ્મીરના કોઇ પણ વિચારને સમર્થન આપવાની વાતને રદિયો આપ્યો હતો.