પાકિસ્તાને ૭૦૦ કિ.મી.ની ક્ષમતાના બાબર ક્રૂઝ મિસાઇલનું કર્યુ ૫રિક્ષણ

નવી દિલ્હી : પાકિસ્તાન દ્વારા બાબર ક્રૂઝ મિસાઈલના ઉન્નત સંસ્કરણનું શનિવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બાબર ક્રૂઝ મિસાઈલ પરંપરાગત અને
બિનપરંપરાગત શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. બાબર ક્રૂઝ મિસાઈલ ૭૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાની સેનાએ ક્હ્યું છે કે બાબર વેપન સિસ્ટમ-વન જમીન અને આકાશ એમ બંને સ્થાનો પર લક્ષ્ય પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે.
પાકિસ્તાની સેનાનો દાવો છે કે જીપીએસ નેવિગેશન વગર પણ બાબર ક્રૂઝ મિસાઈલ ચોકસાઈપૂર્વક ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે.