પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીને રાષ્ટ્રપતિની મંજૂરી

ઈસ્લામાબાદ : પાકિસ્તાનામાં સામાન્ય ચૂંટણીની તારીખની ઘોષણા થઇ છે. રાષ્ટ્રપતિ મામૂન હુસૈને શનિવારે ચૂંટણી પંચના પ્રસ્તાવ ઉપર પોતાની મંજૂરીની મહોર મારી હતી. રાષ્ટ્રપતીએ ૨૫ જુલાઇએ સામાન્ય ચૂંટણી કરાવવાની ચૂંટણી પંચની ભલામણને મંજૂર કરી દીધી છે. રેડિયો
પાકિસ્તાન પ્રમાણે નેશનલ અને પ્રોવિંશલ એસેમ્બલીની ચૂંટણી એક સાથે આયોજન કરવામાં આવશે.