પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સીમાવર્તી કચ્છમાં મુંદરાના બેરાજામાં એરફોર્સનું વિમાન ક્રેશ

મુંદરાના બેરાજા ટેકરી પાસેના જંગલ વિસ્તારની ઘટના : ૫ાયલોટ સંજય ચૌહાણ શહીદ

જામનગરથી ઉડાન ભરેલ પ્લેન બેરાજાના સીમાડામાં જઈ તુટતાં દુર્ઘટના થકી ૧૪ પશુઓના મોત : પોલીસ-વહીવટી પ્રશાસન-એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

 

 

પાયલોટની સમયસુચકતા સરાહનીય..!
પહેલા પ્રાગપર નંદી સરોવર સમીપે ઉતારવાનો કરાયો હતો પ્રયાસ, વિફળ રહેતા બેરાજા ટેકરીમાં નાછુટકે ઉતાર્યુ હોવાનો અંદાજ : ટેકનીકલ ખામીથી વિમાન ક્રેશ થયાની પ્રબળ સંભાવના
ગાંધીધામ : મુંદરાના બેરાજા ટેકરી પાસે સીમાડામાં આજ રોજ પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે તેમાં પાયલોટની સમયસુચકતા સરાહનીય જ રહી હોવાનુ મનાય છે. ઉપરાંત પ્લેન ક્રેશ થવાની પ્રાથમિક કારણ ટેકનીકલ ખામી જ હોય શકે છે. કારણ કે,પાયલોટ દ્વારા આ પ્લેનને પ્રથમ પ્રાગપર ચાર રસ્તા પાસે અહિંસાધામ સમીપે આવેલા નંદીસરોવરન સીમાડામાં ઉતારવાનો પ્રયાસ કરાયો હોવાનુ મનાય છે ત્યા સંભવ ન બનતા ના છુટકે બેરાજા સીમાડા પાસે ઈમરજન્સી લેન્ડીંગ કરવાની જરૂર પડી હતી.જો કે, ખરૂ કારણ તો બ્લેકબોક્ષ હાથમાં આવ્યા બાદ જ બહાર આવી શકે તેમ છે.

 

 

– તો મોટી જાનહાની થા’ત
સીમાડાના બદલે ગામ પર પ્લેન પડયું હોત
તો મોટી ખાનાખરાબી સર્જાત
ગાંધીધામ : કચ્છમાં આજ રોજ ફરીથી એક સરંક્ષણ વિભાગનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા પામી ગયુ છે. આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે તે સદભાગ્યે સીમાડા વિસ્તારમાં થયુ છે અને તેના પગલે પાંચ જેટલા પશુઓના મોત નિપજયા છે. પરંતુ જો આ જ વિમાન બેરાજા ગામમાં દુર્ઘટનાગ્રસ્ત થયો હતો તો જાન-માલની નુકસાનીનો અંદાજ આંકતી કલ્પના પણ ધ્રુજારી કંપાવી દે તેવી હોઈ શકત. એટલે એકંદરે તો એક મોટી દુર્ઘટના ટળી છે તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય.

 

 

 

 

પ્લેનક્રેશ દુર્ઘટનાની સાથેસાથે..!
• જામનગર એરફોર્સનું જેગુઆર ફાયટર પ્લેન છે • પાયલોટનું ઘટનાસ્થળે મોત • બેરાજા સીમમાં બની દુર્ઘટના • રપથી વધુ અબોલજીવોના મૃત્યુ • રાહત-બચાવકાર્ય પુરજોશમાં • મુંદરા પ્રાંત અધિકારી વસ્તાણીની ટીમ ઘટનાસ્થળે ખડેપગે • મુંદરા પોલીસ-મુંદરા મરીન પોલીસ મથકના અધિકારીનો કાફલો તપાસમાં જોતરાયો • તાલુકા વિકાસ અધિકારી-પશુપાલન અધિકારીની ટુકડી અબોલજીવોની વહારે દોડી આવી • આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ફરી વળ્યા • ટેકનીકલ ખામીથી જ દુર્ઘટના બની હોવાનુ પ્રાથમિક તારણ • પાયલોટની સમયસુચકતા સરાહનીય, બેરાજા પહેલા પ્રાગપર નંદીસરોવર આસપાસ પ્લેન લેન્ડીંગનો કર્યો હતો પ્રયાસ-સંભવ ન બનતા ના છુટકે ઉતાર્યુ બેરોજા સમીમાં • એરફોર્સની ટુકડીઓએ સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન

 

 

 

 

ટેકનીકલ કારણ, પાયલોટની બેદરકારી કે તોડી પડાયું ?
ગાંધીધામ : મુંદરાના બેરાજા પાસે આજરોજ વિમાન ક્રેસ થવા પામી ગયુ છે ત્યારે આ ઘટના ટેકનીકલ કારણોસર થવા પામી છે કે પછી પાયલોટની કોઈ બેદરકારી હતી તેને લઈને ભારે અસંમજસ પ્રવર્તી રહ્યો છે. પ્લેન ક્રેસ થયા પછવાડે કયુ કારણ છે. ટેકનીકલ ખામી હતી કે પછી તોડી પાડવામા આવ્યુ છે તે મામલે પણ ગંભીરતાથી તપાસ કરવામા આવી રહી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યુ છે. પ્લેનનું બ્લેક બોક્ષ મળેથી ટેકનીકલ સહીતનું ચોકક્સ કારણ દુર્ઘટના પછવાળાનું કારણ બહાર આવી શકશે.

 

 

સરહદી જિલ્લામાં પ્લેન દુર્ઘટનાથી પ્રસાસનમાં દોડધામ
ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના સીમાડામાં જામનગરથી ઉડાન ભરેલ એક પ્લેન ક્રેશ થવાની ઘટનાએ કચ્છના પ્રસાસનમાં દોડધામ ફેલાવી દીધી છે. વહેલી સવારે ઘટેલી આ ઘટનાને પગલે કચ્છ કલેકટર, પશ્ચીમ કચ્છ એસપી, સીમાસુરક્ષા દળ, આર્મી સહિતની એજન્સીઓએ મુંદરાની ઘટનાને પગલે તપાસનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. આ તમામમાં દોડધામ મચી જવા પાી ગઈ છે.

 

પાયલોટના મૃતદેહની શોધખોળ શરૂ
પાયલોટ બાબતેની શોધખોળ ચાલી રહી છે : અમદાવાદ ડીફેન્સ પીઆરઓ
ગાંધીધામ : મુંદરા સમીપે આજ રોજ એરફોર્સનુંવિમાન ક્રેસ થયુ હોવાની ઘટના બની છે ત્યારે તેમાં પાયલોટની શોધખોળ તેજ બનાવવાા આવી છે. પાયલોટના મૃત્યુ થયુ હોવાની પુષ્ટી તો સામે આવી જ રહી છે પરંતુ તેમનો મૃતદેહ ઘટનાના બે કલાક બાદ પણ હાથ લાગ્યો નથી. આ બાબતે અમદાવાદ સરંક્ષણ વિભાગના પીઆરઓને પુછતાતેઓએ કહ્યુ હતુ કે, પાયલોટની શોધખોળ ઓપરેશન હેઠળ જ છે પરંતુ હજુ સુધી તે મળવા પામ્યો જ નથી.

 

એરફોર્સના સિનિયર-અનુભવી પાયલોટનું મોત :
આર્મીમાં બ્રીગેડીયર રેન્કના હતા અધિકારી
ગાંધીધામ : આજ રોજ મુંદર તાલુકાના બેરાજા સમીપે જે પાયલોટ સંજય ચૌહાણનું મોત નિપજયુ છે તેઓ ભારતીય વાયુદળમાં સિનિયર મોસ્ટ અધિકારી હોવાનુ મનાય છે. તેઓ સ્ટેશન કમાન્ડરતરીકે સેવારત હતા અને તેઓની રેન્ક આર્મીમાં બ્રીગેડીયર સમકક્ષની જ હોવાનુ મનાય છે.

 

 

જીવદયા પ્રેમી તારાચંદભાઈની સમયસૂચકતા સરાહનીય
મુંદરાના બેરાજાની ઘટનામાં અબોલ જીવોના મોત સહિતના મામલે પૂર્વ રાજયમંત્રી અને માજી ધારાસભ્યએ તંત્રનું તત્કાળ સમયસર દોર્યુ હતુ ધ્યાન
ગાંધીધામ : કચ્છમાં જીવદયાના ક્ષેત્રમાં સેવાભાવી મોભી તરીકે પ્રસ્થાપિત અને પૂર્વ કચ્છી રાજયમંત્રી અને મુંદરા-માંડવી મતવિસ્તારના જ માજી ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની સજાગતા અને સમયસૂચકતા પણ આ ઘટનામાં મદદરૂપ પુરવાર થવા પામી ગઈ છે. ઘટના સવારે ૧૦ઃ૩૦ કલાકે ઘટી અને તેમાં અબોલજીવોના મૃત્યુ થયા હોવા સહિતની માહીતી મળતા જ તારાચંદભાઈ છેડાએ તાબડતોડ લાગતા-વળગતા સૌ તંત્ર સહિતનાઓને જાણ કરી અને રાહત-બચાવની કામગીરીનં વેગવાન બનાવવામાં સતર્કતાભરી કામગીરી કરી હતી.તેઓની સુચના અને તંત્રને ધ્યાન દોરવામા આવતા અબોલજીવોને સારવાર તથા ઓપેરશન સહિતની સુવિધાઓ સમયસર મળી જવા પામી હતી.

 

કોર્ટ ઓફ ઈન્કવાયરીના વછુટયા આદેશ
અકસ્માત ટેકનીકલ ખામીથી થયો કે બર્ડસ્ટ્રાઈક?
ગાંધીધામ : કચ્છના મુંદરાના બેરાજા પાસે આજ રોજ વાયુસેનાનું જામનગરથી ઉડાન ભરેલ તાલીમી પાયલોટ સાથેનું જેગુઆર વિમાન ક્રેશ થવા પામી ગયુ છે અને તેમાં ઘટનાના કારણો તથા અકસ્માત થવા સહિતના મામલે સીઆઈઓ એરફોર્સ દ્વારા તપાસના આદેશ અપાયા હોવાનુ અમદાવાદ સરંક્ષણ વિભાગના પીઆરઓ દ્વારા જણાવાયુ છે. કોર્ટ ઓફ ઈન્કવાયરી આદર્યા બાદ જ આ અકસ્માત કોઈ બેદરકારીના કારણે થયો છે કે પછી પક્ષીના અથડાવવાથી એટલે કે બર્ડસ્ટ્રાઈકથી થવા પામ્યુ છે તે પણ બહાર આવી શે તેમ છે.

 

બનાવને પગલે એસપી સહિત સ્થાનિય આગેવાનો દોડી ગયા
એંકરવાલા અહિંસાધામની ટીમે ઘાયલ પશુઓની કરી સારવાર
ભુજ : મુંદરાના બેરાજા ગામે પ્લેન ક્રેસની બનેલી દુર્ઘટનાને પગલે બેરાજા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો એંકરવાલા અહિંસાધામના ડોકટરો સહિતની ટીમે બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી. મુંદરાના બેરાજામાં પ્લેન ક્રેસની બનેલી દુર્ઘટનાને પગલે પ.કચ્છ એસપી એમ.એસ. ભરાડા સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો પ્રાગપર ચોકડી પર આવેલા એન્કરવાલા અહિંસાધામની ટીમ દ્વારા ઘાયલ ગાયોની સારવાર કરવામા આવી હતી. તેમજ ઘટનામાં મૃત્યુ પામેલી ગાયોની મૃતદેહનો નિકાલ કરરવામા અહિંસા ધામની ટીમો જેહમત ઉઠાવી હતી. ભુજની સુપાર્શ્વ સંસ્થા પણ ઘટના સ્થળે દોડી જઈ ગાયોની સારવારની કામગીરી હાથ ધરી હતી. ઘટના પગલે બેરાજા સરપંચ હારૂન સમેજા, મુન્દ્રા સરપંચ ધમેન્દ્ર જેસર, નટુભા ચુડાસમા, કીર્તિ ગોર, ડાયાલાલ આહિર, પ્રણવ જોશી, શક્તિસિહં જાડેજા, યુવરાજસિહં જાડેજા, હનીફ મેમણ, ગીરીશ નાગડા સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી જઈ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રંને મદદરૂપ બન્યા હતા.

 

ગાંધીધામ : પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સીમાવર્તી કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે એરફોર્સનું પ્લેન ક્રેસ થવા પામી ગયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ વહેલી સવારે કચ્છના મુંદરા તાલુકાના બેરાજા ગામની સીમમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા પામી ગયુ છે. જો કે, આ ઘટનામા વધુ કોઈ જાનહાની કે ખાનાખરાબી થવા પામી નથી.
જો કે, આ વિમાન સીમાડા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હોવાથી પાંચ જેટલા અબોલ પશુઓના તેના લીધે મોત નિપજવા પામી ગયા છે તો વળી બીજીતરફ પ્લેન દુઘર્ટના એટલી હદે ગોજારી છે કે પ્લેનના વિવિધ પુરચાઓ ઠેર-ઠેર વેરવિખેર થઈ જવા પામી ગયા હતા.
આ બાબતે મુંદરા પ્રાંત અધિકારી શ્રી વસ્તાણીને પુછતા તેઓએ વિગતો આપતા કહ્યુ હતુ કે, આજે વહેલી સવારે જામનગરથી ઉડાન ભરેલ જેગુઆર ફાયટર પ્લેન બેરાજા ટેકરીના સીમાડામાં ક્રેશ થવા પામી ગયુ છે. સમાચાર મળતા જ તેઓની વિવીધ ટુકડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે. ઉપરાંત રપથી વધુ જેટલા અબોલજીવોના પણ મોત નિપજવા પામી ગયા હોવાનુ મનાય છે. જો કે સત્તાવાર રીતે પાંચ પશુઓના મોતની જાહેરાત સવારે બાર વાગ્યા સુધીમાં કરવામા આવી છે. વહીવટી ઉપરાંત પશુપાલન વિભાગની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અબોલજીવોને જરૂરી સારવાર અપાઈ રહી છે. ઓપરેશન જેમનેજરૂરી છે તેમના ઓપરેશન કરવામ આવી ગયા છે. દુર્ઘટના એટલી ગોજારી હતી કે ધડામ ભેર વિમાન અથડાતા તેના ટુકડા દોઢથી બે કી.મી.ના ત્રીજયામાં ફરી વળ્યા હતા. તો વળી ઘર્ષણ થવાના લીધે વિમાનમાં આગ પણ લાગી હતી. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે, પશુપાલકની તથા ફાયર ફાયટરની ટુકડીઓ ઘટનાસ્થળે ધસી જવા પામી ગઈ છે અને જરૂરી રાહત-બચાવની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.
આ બાબતે વાયુદળના પીઆરઓ અમદાવાદ વિભાગના સંપર્ક સાધતા લેફટનેન્ટ કર્નલ શ્રી ઓઝાએ આ ઘટના બાબતે સંક્ષીપ્તમાં જણાવ્યું હતું કે જામનગરથી રૂટીન ટ્રેનીંગ માટે ફાઈટર જેગુઆર પ્લેન રવાના થયું હતું કચ્છથી ૫રત આવતી વેળાએ જેમાં સંભવત ટેકનીકલ ખામી સર્જાતા આજે સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં કચ્છના મુંદરાના બેરાજા સીમાડામાં આ પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું છે જેમાં તાલીમી પાયલોટ સંજય ચૌહાણનું ઘટના સ્થળે  મૃત્યું થવા પામ્યું છે એરફોર્સની ટીમ હેલીકોપ્ટર મારફતે ઘટના સ્થળે પહોચી ચુક્યું હોવાનું તેવોએ ઉમેર્યું હતું.
સમગ્ર ઘટનાને પગલે વિવિધ પ્રસાસન સ્થાનિકથી માંડી અને વાયુદળના અધિકારીઓ પણઘટનાની તપાસમાં જોતરાઈ ગયા હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. સમગ્ર તપાસ સંપન્ન થયા બાદ જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાનુ તારણ-કારણ સામે આવવા પામી શકે તેમ છે. હાલતુરંત તો પાકીસ્તાનની સરહદને અડીને આવેલા આ જિલ્લામાં વિમાનદુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના ચિંતાજનક જ મનાઈ રહી છે અને તપાસનો ધમધમાટ તેજ બનાવી દેવામા અવ્યો છે.