પશ્ચીમ કચ્છમાં પવનચક્કીવાળાઓનો વકરતો આતંક

Images of Eastkilbride area.

અબડાસાના ભૌઆમાં પવનચક્કીની વિજલાઈનના લીધે એક પખવાડીયામાં બે રાષ્ટ્રીય પક્ષીઓના થઈ ગયા મોત ? વનવિભાગ કેમ મુકપ્રેક્ષકની ભૂમિકામાં : પવનચક્કીવાળી લાઈનને રાષ્ટ્રીયપક્ષીની હત્યા સબબ કેમ નથી ફટકાતું કડક દંડ?

નખત્રાણાના કોટડા ગામમાં ગ્રામજનોની આક્રમકતા આવકારદાયક :પવનચક્કીની કંપનીએ ગૌચર પર આડેધડ ટાવરો ઉભા કરતા સર્જાયા ધર્ષણના દ્રશ્યો : આમપ્રજાજનોને સીધેસીધુ કંપની સાથે ઘર્ષણ થવાનો વારો આવે છે,ત્યારે વિચાર તો કરો કે, તંત્ર પવનચક્કીવાળાઓની સામે કેટલું પાણીમાં બેસી ગયું હશે..! : વૃક્ષો, પર્યાવરણનું પણ કાઢી રહ્યા છે ખુલ્લેઆમ નિકંદન : કોટડા

ખાટલે મોટી ખોટ : અબડાસાના સનિષ્ઠ-જાગૃત-પ્રજાભિમુખ ધારાસભ્ય કેમ આવા પ્રશ્નો બાબતે છે મૌન ?
અગાઉ તો રાષ્ટ્રીય પક્ષીની હત્યાના મામલે કલેકટર કચેરીમાં યોજયા હતા ધરણા..! તો વળી પવનચક્કી તેમાય સૂજલોન જેવાઓને શબક શીખવાડવા પણ અબડાસાના કઈક સીમાડાઓખુદ જાતે જઈને ધારાસભ્યશ્રી ખુંદી વળ્યા હતા અને આદરી હતી લડત? હવે કેમ ધારાસભ્ય આવા વિષયોને લઈને આવી જ આક્રમક લડત કરતા ડોકાતા નથી? : મતદારવર્ગમાથી ઉઠતા સવાલો

ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં નખત્રાણા -અબડાસા સહિતના વીસ્તારોમાં પનવચક્કીવાળાઓનો આતંક ફરી જોર પકડી રહ્યો હોવાના ઘટનાક્રમો સતત બનવા પામી રહયા છે. તાજેતરમાં જ નખત્રાણાના કોટડા જડોદર વિસ્તારમાં ગૌચર જમીન પર પવનચક્કી નાખતી કંપનીની સામે સ્થાનિક ગ્રામજનોએ જાગૃતી પૂર્વકનો અવાજ ઉઠાવતા ઘર્ષણની વાત સામે આવી હતી તો વળી બીજીતરફ અબડાસાના ભૌઆ વિસ્તારમાં પણ પનવચક્કીના તાર થકી રાષ્ટ્રીયપક્ષીના મોતની ઉપરાછાપરી વાતો બહાર આવવા પામી રહી છે.આ અંગે જાગૃત વર્ગમાથી ઉઠતી વાતો મુજબ પવનચક્કીવાળાઓના લીધે ગૌચર જમીનો પર ટાવરો ખડકી દેવા, જંગલ વિસ્તાર અને વૃક્ષોનુ નિકંદન કાઢી નાખવુ, ગ્રામ પંચાયતોને રેવેન્યુનો આર્થિક મોટો ધુમ્બો પાડી દેવો, પર્યાવરણ અને જંગલના જાનવરોનો ખો કાઢવો, અમુક ક્ષેત્રે શોર્ટસર્કિટના લીધે લાખોના ઘાસ બળીને ખાખ થઈ જવાની ઘટનાઓ સતત વકરવા પામી રહી છે. વધી રહી છે.આ બાબતે તાજેતરમાં જ બનેલા ઘટનાક્રમોની વાત કરીએ તો નખત્રાણા વિસ્તારના કોટડા જડોદર ગામમાં ગ્રામ પંચાયતની મંજુરી લીધા વિના જ પવનચક્કીવાળી કંપની વીજરેષા પસાર કરા ટાવર ઉભા કરવાની પેરવી કરતા હતા જેની સામે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામજનો સ્થળ પર ધસી જઈ અને બરાબરનો ઉધડો લીધો હતો. મંજુરી નથી લેવાઈ, ગ્રામ પંચાયતમા ઠરાવ નથી થયો, નકલ હોય તો ઠરાવની દેખાડો સહિતના કડક પુછાણા લેતા કંપનીવાળાઓ પણ એકચોટ ચોકીં ઉઠયા હતા. પરંતુ બીજીતરફ પોલીસને સાથે રાખી અને આ કંપનીવાળાઓ શામ-દામ-દંડ-ભેદ કરીને ગ્રામજનોની જાગૃતીને દાબી દેતા હોય છે. નોધનીય છે કે, આ જ વિસ્તારમાં અગાઉ પવનચક્કીવાળાઓની સામે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા સફળ આયોજન કરવામા આવ્યા હતા. પોલીસને સાથે રાખી, જાગૃત લોકોને ડર બતાવી અને પવનચક્કીની કંપનીવાળા આડેધડ પેશકદમી કરી જતા રહ્યા છે.રાજકીય આગેવાનો પણ આવા ગંભીર વિષયોને લઈને કેમ મૌન બેઠા છે, શા માટે મુંગામંતર બનીને આવા તમાસાઓ જોઈ રહ્યા છે તે સ્થિતી પણ લોકોને વધારે અકળાવી રહી છે. અબડાસના ધારાસભ્ય જાગૃત અને તટસ્થ તથા છેલ્લે સુધી લડી લેવાની મનસાવાળા છે અને તેઓ આ બાબતે ભારે આક્રમક લડતો છેડી ચુકયા છે એ પછી રાષ્ટ્રીયપક્ષીની હત્યાના મુદે કલેકટર કચેરી સંકુલમા જ ધરણા દેવાની વાત હોય કે, અબડાસામાં પવનચક્કીના તાર થકી થતી નુકસાની મામલે લડત છેડવાનો વિષય જ કેમ ન હોય..! હાલના સમયે તેઓ કેમ બહાર નથી આવતા? આવા સવાલો પણ હવે ઉઠવા પામ્યા છે.