પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત ફોટો, & આર્ટ વર્ક કોમ્પિટિશનનું આયોજન કરાયું

વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી નિમિતે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન ચેતના કેન્દ્ર, ભુજ ખાતે તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ ફોટો & આર્ટ વર્ક કોમ્પિટિશન-એક્ઝીબિશન ભુજ નગરપાલીકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી એક્ઝીબીશન બે દિવસ માટે  ખુલ્લું મુકવામાં આવ્યો હતો. જેમાં નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ ઝાલા, લાલન કોલેજ ઝુઓલોજીકલ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. શ્રી પ્રણવ પંડ્યા તથા વન વિભાગનો સ્ટાફ, લાલન કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધકો હાજર રહ્યા હતા.

ફોટો કોમ્પિટિશન માટે www.kutchwildlifeweek.comપર ફોટોગ્રાફ્સ મંગાવવામાં આવ્યા હતા. જેમાં ઘણાં સ્પર્ધકોએ ફોટો સબમિટ કર્યા હતા. તેમજ આર્ટ વર્ક કોમ્પિટિશન માટે સ્પર્ધકો ભાગ પણ લીધો હતો. બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાને સર્ટીફીકેટ તેમજ પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા તેમજ અન્ય ભાગ લીધેલ સ્પર્ધકોને પણ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.