પશ્ચિમ કચ્છ પોલિસ સ્ટેશનોમાંથી બાર કર્મીની એલ.સી.બી. માં બદલી

જુના અનુભવી કર્મચારીઓને પુનઃ એલ.સી.બી. માં મળેલ સ્થાન

ભુજ : ભુજ પશ્ચિમ કચ્છના વિવિધ પોલિસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અને અનુભવી કર્મચારીઓની એલ.સી.બી. શાખામાં બદલી કરવામાં આવી છે. જેમાં વિવિધ પો. સ્ટે. માં ફરજ બજાવતા બાર કર્મચારીઓનો સમાવેશ કરાયો છે.
જિલ્લા પોલીસ વડાએ પશ્ચિમ કચ્છમાં વહીવટી સરળતા માટે અલગ અલગ પો. સ્ટે. માં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી એલ.સી.બી. વિભાગમાં કરતો આદેશ કર્યો હતો. જેમાં અગાઉ એલ.સી.બી. માં ફરજ બજાવી ચુકેલા કર્મચારીઓની પુનઃ નિયુકતી કરાઈ છે.
મુંદરા પો.સ્ટે. એ.એસ.આઈ. ઈશાક હિંગોરા ભુજ બી ડીવીઝનના હે.કો. સંજય વજેસંગ ગઢવી, પેરોલ ફરલો સ્ટાફના નરેન્દ્રસિંહ આર. જાડેજા, માનકુવા પો.સ્ટે. ના કોન્સ. કાનાભાઈ રબારી, હેડ કવાર્ટરના હે. કો. દિનેશભાઈ ભટ્ટી, મુન્દ્રા મરીન પોલિસના કોન્સ. વિજયભાઈ બારબસીયા, ગઢશીશા પો.સ્ટે. ના દેવજીભાઈ શામજી મહેશ્વરી, નખત્રાણા પો.સ્ટે. ના વિરેન્દ્રસિંહ જાડેજા, નલિયાના શિવરાજસિંહ રાણા, દયાપરના લોકરક્ષક મયુરસિંહ ઝાલા, મુન્દ્રાના જીતુદાન તખતદાન ગઢવી, ના. સરોવર પો.સ્ટે. માં ફરજ બજાવતા લોકરક્ષક ચંદ્રકાંત કાંતિલાલ કટારા સહિતના બાર કર્મચારીઓના બદલીના આદેશ કરાયા હતા.