પશ્ચિમ કચ્છમાં ૯પ પોલીસ કર્મીઓની આંતરિક બદલી

૧૭ કર્મચારીઓએ બદલીની કરેલી રજૂઆત તેમજ ૭૮ કર્મીઓની વહીવટી કારણોસર બદલી : બદલીમાં એસઓજી, એલસીબીમાં ચોટેલા કર્મચારીઓનો પણ સમાવેશ

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ૯પ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના હુકમો કરાયા છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા બદલીના હુકમો જારી કરાયા હતા. જેમાં ૧૭ કર્મચારીઓની બદલી માટે આવેલી રજૂઆત અને ૭૮ કર્મચારીઓની વહીવટી કારણોસર અને જાહેર હિતાર્થે બદલી કરાઈ હતી.

આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા બદલીના બે જુદા જુદા હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, સંવર્ગના કર્મચારીઓની બદલી કરાઈ છે. ૭૮ કર્મચારીઓને જાહેર હિત અને વહીવટી કારણોસર બદલવામાં આવ્યા છે. જ્યારે ૧૭ કર્મચારીઓને સ્વવિનંતીથી તેમની રૂબરૂ રજૂઆતને ધ્યાને પદરના ખર્ચે બદલી કરવામાં આવી છે. આ બદલીમાં એસઓજી, એલસીબીમાં લાંબા સમયથી ચીપકી બેઠેલા કર્મચારીઓની પણ બદલી થઈ હતી.