પશ્ચિમ કચ્છમાં વિવિધ અકસ્માતોમાં ૭ ઘવાયા

ભુજ : તાલુકાના ભારાપર સેડાતા વચ્ચે મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સીક્યુ ૩૮૧૭ના ચાલક દેવજી બાબુ સોધમ (ઉ.વ. પ૦) તથા તેમના પત્ની કેશરબાઈ દેવજી સોધમ (ઉ.વ. ૪પ) (રહે નાના કપાયા) લઈને જતા હતા ત્યારે ગાય આવતા બાઈક સ્લીપ થતાં ઈજાઓ થતાં બંનેને જી.કે. જનરલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.તો ભુજથી વિરાણી જતાં જખુભાઈ મુસાભાઈ કોલી (ઉ.વ. ૭૭) માંડવી- ભુજ હાઈવે પર આવેલા રામપર વેકરા નજીક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ટક્કર મારતા ચાલકને કપાળના ભાગે લાગેતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે.તો અંજારથી ભુજ આવતા બાઈક ચાલક રમેશભાઈ ધનજીભાઈ આહીર (ઉ.વ. ર૮) (રહે રામકૃષ્ણ મહાવીરનગર, અંજાર)ને અજાણ્યા ફોર વ્હીલર ચાલકે જી.કે. જનરલના ગેટ પાસે ટક્કર મારતા પગ અને કપાળના ભાગે ઈજાઓ થતાં જી.કે. જનરલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ભુજ તાલુકાના કુકમા લાયન્સ સ્કૂલની બાજુમાં કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે કુકમા વાડી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષિય ગફુરભાઈને ટક્કર મારતા ઈજાઓ થતાં ભુજની જી.કે. જનરલમાં દાખલ કર્યા છે.મુંદરા મહેરૂન ટાઉનશીપ ગેટ પાસે આવેલી અંજલીનગર નજીક કુતરૂ આડુ આવતા બાઈક સ્લીપ થતાં પ્રવીણકુમાર જયનારાયણ માહતો (ઉ.વ. ર૦) (રહે ફકીરવાડી મુંદરા)ની ઈજાઓ થતાં સારવા માટે ભુજની. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે.માંડવી તાલુકાના બાગ ગામે રાજગોર સમાજના સ્મશાન રોડની બાજુમાં આરોપી સુલતાન સમા (રહે બાગ) વાળાએ પોતાના કબ્જાની મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર ડી આર ૯૭૦૩ વાળી પૂરઝડપે, બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ફરિયાદી રાજેશ મૂળજીભાઈ મોતા (રહે બાગ)ની ભત્રીજીને ટક્કર મારી ઈજાઓ પહાચાડી નાસી જતાં માંડવી પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો છે.