પશ્ચિમ કચ્છમાં ચાર પોલીસ કર્મીઓની આંતરીક બદલી

ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની એસ.પી. મકરંદ ચૌહાણે બદલી હુકમો જારી કર્યા હતા. જેમાં ભુપેન્દ્રસિંહ દેવુભા જાડેજા લોકરક્ષક પોલીસ હેડ કવાર્ટરથી જખૌ મરીન, શીવમ હરીભાઈ જોષીપોલીસ હેડ કવાર્ટરથી નખત્રાણા, જ્યારે જખૌ મરીનમાંથી હેડ કોન્સ. જયદીપસિંહ બાબુભા ઝાલાને પોલીસ હેડ કવાર્ટર ખાતે તેમજ નખત્રાણાના પોલીસ કોન્સ્ટેબલ કાસમ જાનમામદ બકાલીને હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી.