પશ્ચિમ કચ્છને ખાસ પેકેજ સાથે તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરો

અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને
કરી રજૂઆત

ભુજ : મેઘરાજાના રિસામણાથી કચ્છમાં દુકાળના ડાકલા સંભડાઈ રહ્યા છે. પાણી- ઘાસચારાની તંગીના લીધે ખેતી તેમજ પશુપાલન ઉદ્યોગ પર આભ તુટ્‌વા સમાન સ્થિતિ રર્જાઈ છે. જિલ્લાના અન્ય વિસ્તારોની તુુલનાએ અબડાસા વિધાનસભા વિસ્તારની સ્થિતિ નાજૂક હોઈ તાત્કાલિક અછત ગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.
અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ કરેલ રજુઆતમાં જણાવેલ કે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો નથી. ખેડૂતો તેમજ પશુપાલકો ભારોભાર મુશ્કેલીમાં મુકાયા છે. ભુખમરાના લીધે પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. રોજગારીના અભાવે મજુર વર્ગ પણ પાયમાલ થઈ રહ્યો છે. તાત્કાલિક આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરી ખેતી, પશુપાલન અને મજૂર વર્ગ માટે ખાસ પેકેજ જાહેર કરવા પણ માંગ કરાઈ છે.