પશુડા ખાતે રસ્તાનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર

80 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ કરશે ગ્રામજનોની સુખાકારીમાં વધારો ; પશુડાની પ્રથમ પંચાયત તમામ મહિલા સભ્યોનીઅને બિનહરીફ બનાવો: રાજ્યમંત્રીશ્રી

 

ભુજ, આજરોજ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે અંજાર તાલુકાના પશુડા ખાતે પશુડા થી શકિતનગર(નવા પશુડા) સુધી  ૨ કિલોમીટર લંબાઈના રોડનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.

લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને તમામ માળખાગત સુવિધાઓ સુલભ બને તેવા હેતુથી સરકારશ્રી દ્વારા અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. માર્ગ,પાણી, આવાસ, શિક્ષણ અને આરોગ્ય બાબતે અનેકવિધ યોજનાઓ અને સુવિધાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહે તે માટે સરકાર સતત અગ્રેસર રહી છે.જે અન્વયે  ૮૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પશુડા થી શકિતનગર(નવા પશુડા) સુધી  ૨ કિલોમીટર લંબાઈના રસ્તાનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે લોકાર્પણ કર્યું હતું.       આ તકે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર શહેરોની સાથે ગામના લોકોની પણ સતત ચિંતા કરી રહી છે.ગામડાના સમૃદ્ધ બનાવવા અને ગામડાના લોકોને અગ્રેસર બનાવવા પ્રયત્નશીલ છે. આ રસ્તે ગામ નજીક હોવાથી ઝડપી  પરિવહન શક્ય બનશે અને ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત આવશે.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગામના અગ્રણીઓ અને લોકો મળીને આ રસ્તાની બંને તરફ  વૃક્ષારોપણ કરે જેથી રસ્તો હરિયાળો બને અને સાથે સાથે તેનું ધોવાણ પણ અટકાવી શકાય.     ઉલ્લેખનીય છે તાજેતરમાં જ મંત્રીશ્રીના પ્રયાસોથી પશુડા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો છે ત્યારે મંત્રીશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી કે પ્રથમ ગ્રામ પંચાયત મહિલા સભ્યોની અને બિનહરીફ બનાવવામાં આવે.    આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અંજાર નગર પાલિકાના પૂર્વ કારોબારીશ્રી દિપકભાઈએ કર્યું હતું જ્યારે સમગ્ર સંચાલન મહાદેવા ભાઈએ કર્યું હતું.    આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી શંભુભાઈ મ્યાત્રા, ભુરાભાઈ છાંગા,શંભુભાઈ આહિર, ગોપાલભાઈ માતા, રાણીબેન, અરજણભાઇ માતા, બીએન આહિર, પબાભાઈ આહિર, શામજીભાઈ,અંજાર તાલુકા વિકાસ અધિકારીશ્રી રમેશ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રે બી.પી. ગોર, તથા સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.