પલાંસવામાં પ્રેમલગ્ન કરનાર યુગલને અપાઈ ધમકી

પરિણીતાના બનેવીએ જ ધમકી આપતા આડેસર પોલીસ મથકે ફરિયાદ

રાપર : તાલુકાના પલાંસવા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના બનેવી અને બનેવીના પિતાએ મળીને ધમકી આપતા આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. યુવતીને ઉપાડી જવાની તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસ મથકે નંદનીબેન નરેન્દ્રભાઈ દરજીએ તેના બનેવી ચેતનકુમાર ભગવાનજી પીઠડીયા અને ભગવાનજી પ્રેમજી પીઠડીયા (રહે. બન્ને ભાભર, તા.દિયોદર, જિ.બનાસકાંઠા) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. મુળ ભચાઉના જૂના કટારીયામાં રહેતી યુવતીએ પલાંસવાના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જે આરોપીઓને પસંદ ન હોવાથી તેઓ પરિણીતાના સાસરે આવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ સમજવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેને ઉપાડી જવાની અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને પગલે હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.