પરેશ ધાનાણી લીલાશા કોવિડ કેરની સેવાઓથી અભિભુત

વિધાનસભાના વિપક્ષી નેતા આજે કચ્છના પ્રવાસે : પૂર્વ કચ્છમાં કોવિડ કેર સેન્ટર લીલાશા કુટીયા આશ્રમ ખાતે શ્રી ધાનાણીએ રૂબરૂ લીધી મુલાકાત : લીલાશા કુટીયા સેવા મોડેલને ગણાવ્યું અનુકરણીય : સ્થાનિક કોંગ્રેસ આગેવાનો તથા લીલાશા કુટીયા કોવિડ કેર સેવા સમિતીના સભ્યો હાજર રહ્યા

ગાંધીધામ : ગુજરાત રાજયના વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી આજ રોજ કચ્છના પ્રવાસે આવ્યા છે. તેઓ પૂર્વ કચ્છથી તેઓના જિલ્લા પ્રવાસનો આરંભ કર્યો છે. આજ રોજ શ્રી ધાનાણી પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત કોવિદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અહી જે રીતે લોકભાગીદારી સાથે કોરોનાના દર્દીઓ માટેની સેવાઓ-સારવાર-સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે તેને વખાણી અને પ્રસંસા કરી હતી તથા આ પ્રકારની સેવાનો મોડેલ પ્રેરણાદાયી હોવાનુ કહી અને શ્રી ધાનાણી લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરથી અભિભુત થયા હતા.આજ રોજ તેઓએ લીલાશા કુટીયા કોવિડ કેરના દર્દીઓ તેમના પરીવારજનો, અહી તબીબો અને મેડીકલ સ્ટાફ સહિતનાઓથી સ્થાનિકની સ્થીતીનો ચિત્તાર મેળવી જાત સમીક્ષાઓ કરી હતી. નોધનીય છે કે, આજે સવારે ૧૧.૩૦ કલાકે પરેશ ધાનાણી લીલાશા કુટીયા પરીષરમાં પહોચ્યા હતા અને અહીં દર્દીઓને મળતી સુવિધાઓ, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની માહીતીઓ અહીંની સેવા સમીતીના સભ્યોથી મેળવી હતી તો બીજી તરફ પરીષરમાં દર્દીઓને રૂબરૂ થઈ તેમના પણ ખબર અંતર પુછયા હતા જેમાં તેઓને દર્દીઓ તરફથી ખુબ જ સંતોષ કારક સારવાર મળતી હોવાની સુખદ પ્રતિક્રીસયાઓ અપાઈ હતી.શ્રી ધાનાણીના આગમન વખતે કચ્છ કોંગ્રેસના આગેવાનો તથા લીલાશા કુટીયા કોવિદ કેર સેવા સમિતીના અગ્રણીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા.
શ્રી પરેશ ધાનાણીની મુલાકાત વખતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, હાજી જુમા રાયમા, સંજય ગાંધી, રમેશ આહીર તથા લીલાશા કોવીડ કેર સમીતીના આશીષભાઈ જોશી, તથા બળવંતભાઈ ઠક્કર તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓના સહયોગથી ચાલતા કોવિડ કેર સેન્ટરમાં સેવા-દાનની અવિરત વહેતી સરવાણી

કંડલા સંકુલના શિપિંગ ક્ષેત્રથી સંકળાયેલા સંગઠનો કરી રહ્યા છે આર્થિક મદદ : દર્દીઓને મળી રહી છે વધુ સુચારૂ સારવાર

ગાંધીધામ ટીમ્બર એસો. દ્વારા ૧૧ લાખ તો કંડલા સ્ટીમશીપ એજન્ટ એસો તથા કંડલા સ્ટીવડોર એસો. દ્વારા ર-ર લાખના અર્પણ કરાયા ચેક

અંજારના ડે.કલેકટર તથા ગાંધીધામ મામલતદારશ્રીની ટુકડીઓ પણ સરકારી તબક્કે જોઈતી જરૂરીયાત-મદદ માટે સદાય રહે છે ખડેપગે : ખુદ સમયાંતરે જાતસમીક્ષા-મુલાકાતો કરતા રહી અને ખુટતી કડીઓ પુરાવવા કરી રહ્યા છે મહેનત

ગાંધીધામ : કોરોના સામેની લડાઈમાં સરકારની સાથે ખડેપગે રહી અને મહામારીને કેવી રીતે માત આપી શકાય તેનો જીવંત દાખલો બની રહેલ પૂર્વ કચ્છના લીલાશા કોવિદ કેર સેન્ટરમાં દાનની સરવાણી સતત વહેવા પામી જ રહી છે. અહી તત્ર અને લોકો, વેપારીઓ, સામાજીક સંસ્થાઓ સૌના સહિયારા પ્રયાસથી કોરોનાને નાથવાનો અદભુત દાખલો પુરવાર કરવામાં આવી રહ્યો છે. સ્વયં ભુ રીતે સૌ કોઈ યથાશકિત સેવાઓ નિભાવી રહ્યા છે ત્યારે દર્દીઓને માટે જરૂરી તબીબી સવલતો ઉપરાંતને માટે પણ અહી દાનની સરવાણી પણ અવિરત પણે વહેવડાવી રહી હોવાનો વર્તારો પણ સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે લીલાશા કુટીયા સેવા સમિતીના સક્રીય આગેવાન પેકીના એક એવા સુરેશભાઈ ગુપ્તાએ જણાવ્યા અનુસાર અગ્રવાલ સમાજ ગાંધીધામ, ભારત વિકાસ પરિષદ, પ્રસાસન તથા લોકભાગીદાર દ્વારા સ્વામી લીલાશા આશ્રમમાં ચલાવવામા આવી રહેલ કોવિદ કેર સેન્ટર પાછલા એકાદ માસથી સેવારત છે. જે માટે સંસ્થાઓ અને દાતાઓનો પણ અહી ભરપુર સહયોગ મળી જ રહ્યો છે. તે દરમ્યાન જ અહી ગાંધીધામ ટીમ્બર એસોસીએશન દ્વારા ૧૧ લાખનુ બહુમુલય યોગદાન આપવામા આવ્યુ છે.
તો વળી આ જ લીલાશા આશ્રમ સમિતીના આશીષભાઈ જોશીના જણાવ્યા અનુસાર કંડલા પોર્ટથી સંકળાયેલા
ઉદ્યોગા ેના સંગઠનોવાળાઓ પણ છુટા હાથે આર્થિક મદદ કરી રહ્યા છે. અહી કંડલા સ્ટીમશીપ એજન્ટ
એસો વતી દ્વારા બે લાખનુ અનુદાન સંગઠનના પ્રમુખ હરીશ્યામભાઈના હસ્તે આપવામાં આવ્યુ છે તો વળી કંડલા સ્ટીવડોર એસો. દ્વારા પણ બે લાખનુ અનુદાન યોગેશ મહેતા અને સંજય ઠકરારના હસ્તે અપાયુ છે. આ સંસ્થામાં આર્થીક રીતે મળતી મદદના લીધે કટોકટીના સમયમાં પણ દર્દીઓને તમામ સાધન-સુવિધાઓ કરકસર
યુકત રીતે ઉપલબ્ધ કરાવવામં સફળતા મળી રહી હોવાનુ સેવાભાવી સમિતીઓના આગેવાનો જણાવી રહયા છે.અહી સમિતીના સક્રીયસભ્યો દ્વારા સૌ નાના-મોટા દાતાઓના યોગદાનની નોધ લઈ તેઓ પ્રત્યે ઋનાણુભાવ વ્વયકત કરવામા આવી રહ્યો છે ઉપરાંત પણ લીલાશા કુટીયા આશ્રમના ટ્રસ્ટીઓ જે સમયાંતરે જરૂરીયાત મુજબ ગુપ્તદાન કરી રહ્યા છે તે પણ અભિનંદનને પાત્ર જ હોવાનુ જણાવી રહ્યા છે.

કોરોના ટેસ્ટ-લેબની સેવા પણ આશ્રમ પરિસરમાં શરૂ :દર્દીઓને મળી શકશે ઝડપી લાઈન ઓફ ટ્રીટમેન્ટ..

કોરોનાની સિવિયારીટી જાણવા માટે ડી ડાઈમર-સીઆરપી સહીતના જરૂરી રીપોર્ટ માટે હવે દર્દીને બહાર નહી
જવુ પડે

ગાંધીધામ : લીલાશા કુટીયા સેવા આશ્રમ ટ્રસ્ટના નેજા હેઠળ અને આ સંસ્થાના ટ્રસ્ટીઓના સાથ-સહયોગથી શરૂ કરવામાં આવેલ કોવિદ કેર હોસ્પિટલ-સેન્ટરમાં લોકોને તમામ પ્રકારની ઝડપી સારવાર સુલભ બને તે માટેના અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે અને તેના ભાગરૂપે જ અહી કોરોનાને માટે અતિ મહત્વપૂર્ણ એવા ટેસ્ટ માટેની લેબ પણ શરૂ કરવામા આવી ગઈ છે.ગત રોજ સાંજથી અહી કોરોના માટે જરૂરી ડી ડાઈમર તથા સીઆરપી જેવા ટેસ્ટ થઈ શકે તેની લેબનો આરંભ થવા પામી ગયો છે. અને દર્દીઓના સેમ્પલ લઈ અને પરીક્ષણ અહી જ શરૂ કરી દેવામા આવ્યા છે. આ લેબ શરૂ થઈ જવાથી મોટાભાગના દર્દીઓને સેમ્પલીંગ-રીપોર્ટીગ માટે હવે આશ્રમથી બહાર જવાની જરૂરીયાત ઓછી થઈ જવા પામશે.