પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું : ભાજપે સત્તા આંચકી

કોંગ્રેસ શાસિત પાલિકામાં ભાજપનું આવ્યું રાજ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના વિધાનસભાના વીપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડવા પામ્યુ છે. અમરેલી અને સાબરકાંઠા બાદ હવે બગસરામાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપ દ્વારા સત્તા આંચકી લેવાા આવી છે. નોધનીય છે કે, બગસરામાં કોંગ્રેસ પાસે શાસન હતુ જેમાં હવે ભાજપે તેને આંચકી લીધી છે. અમરેલી-સાવરકુંડલા અને બગસરા ત્રણેય પાલીકામાં ભાજપણની સરકાર રચાઈ છે.અહી ત્રણેયે ધારાસભ્યો નગરપાલીકાની જાળવણીમાં વિફળ ગયા છે.