પરિવાર સાથે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ નાગરિકોને અપીલ

રસી સૌના હિત માટે છે, સૌની સુરક્ષા માટે છે : રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત પ્રદાન કરતી વેકિસન આપવા માટે આશિર્વાદ બનીનેઆવી છે. હમણા વેકિસન લેતા લોકોને સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. આ અન્વયે રતનાલ ખાતે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પરિવાર સાથે રસીનો બીજો ડોઝ લીધો હતો અને લોકોને પણ વેકિસન લેવા માટે અપીલ કરી હતી.

આ તકે વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી રસી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. રસીથી શરીરમાં કોરોના સામે લડવાની શકિતનો સંચાર થાય છે જે આપણા શકિતને કોરોના સામે લડવા માટે એક કવચ પુરું પાડે છે. રસી સૌના હિત માટે છે. સૌની સુરક્ષા માટે છે. જેથી દરેક લોકો એ વહેલી તકે પ્રથમ ડોઝ અને ત્યારબાદ નિર્ધારીત સમયે બીજો ડોઝ લેવો આવશ્યક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેકિસન ઉપરાંત આજની પરિસ્થિતિને કાબુમાં લેવી હશે તો સમાજના દરેક નાગરિકે સ્વ જાગૃતિ રાખવી જ પડશે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને આપણે બહાર નિકળવાનું ટાળવું. માસ્ક પહેરવું. યોગ્ય સામાજિક અંતર જાળવીશું તેમજ સમયે સમયે સાબુથી કે સેનેટાઈઝરથી હાથ સાફ રાખશું તો જ કોરોનાને મ્હાત આપી શકીશું.