પરિણીતાને સાસરીયાઓ દ્વારા ત્રાસ અપાતા પાંચ સામે ફોજદારી

ભુજ : અબડાસા તાલુકાના રામપર (અબડા) ગામે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપીને માર મરાતા સાસરીયા પક્ષના પ જણ સામે ફોજદારી નોંધાઈ છે.
નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી ચેતનાબા જયેન્દ્રસિંહ સોઢાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પરિણીતાના પતિ જયેન્દ્રસિંહ વિરાજસિંહ સોઢા, સાસુ મોંઘીબા વિરાજસિંહ સોઢા, સસરા વિરાજસિંહ સોઢા, જેઠ કિરતસિંહ સોઢા તેમજ જેડાણી તેજલબા સોઢા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાસરીયાવાળાઓ છેલ્લા ચારેક વર્ષથી જ્યારથી તેના લગ્ન થયા ત્યારથી મેણા ટોણા મારીને માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. પોતાનો ઘર સંસાર બગડે નહી તે માટે પરિણીતાએ છેલ્લા લાંબા સમયથી ફરિયાદ કરી ન હતી. અંતે કંટાળી જઈને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા નલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.