પયગંમ્બર સાહેબ સામે હિન્ન નિવેદનો કરનાર રાજકોટની સોનું ડાંગર સામે પગલાં ભરો

ગાંધીધામ : ગુજરાત રાજયનાં રાજકોટ ખાતે વસવાટ કરતી સોનુ ડાંગર નામની કટ્ટરવાદી મહિલાએ ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હઝરત મોહમ્મદ(સલ્લલ્લાહો અલયહે વસલ્લસ) સાહેબની શાનમાં તથા અન્ય મુસ્લીમ સમાજનાં ધર્મ ગુરૂઓ વિશે તેમજ મુસ્લીમ સમાજ વિશે બકવાસ ઉચ્ચારણો કરી પોતાની કટ્ટરતાનો પરિચય દેખાડેલ છે. દરેક સમાજને લાંછન લાગે એવા ઉચ્ચારણો કરી ભારતદેશ નહિં પણ દુનિયાના તમામ મુસ્લીમ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી હિન
કૃત્ય આચરેલ છે. આવા કૃત્ય કરનાર સોનુ ડાંગરના મુસ્લીમ બકવાસ ઉચ્ચારણોનાં કૃત્યને સખ્ત શબ્દોમાં સમગ્ર કચ્છ જીલ્લાનો મુસ્લીમ સમાજ તથા ઈત્તિહાદુલ્લ મુસ્લેમિન-એે-હિન્દ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. પુરી દુનિયાના મુસ્લીમો પણ આવા કૃત્યને વખોડી તેનો વિરોધ સાથે નિંદા કરે છે. તેમ આજરોજ એતિહાદે મુસ્લેમિન-એ-કચ્છ સંગઠને આપેલા આવેદનમાં જણાવ્યું છે.
અમારા આ આવેદન પત્રથી મુસ્લીમ સમાજની રજુઆતને પ્રાંત અધિકરી, અંજાર આપનાં માધ્યમથી ગુજરાતનાં મહામહિમ રાજયપાલને તેમજ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે અને આ રજુઆતથી રાજકોટની રહેવાસી સોનુ ડાંગર સામે ભારતીય કાયદા દ્વારા સખ્યથી સખ્ત સજા કરવામાં આવે તેમજ સોનુ ડાંગર જેવા અન્ય લોકોને પણ વાણી વિલાપ જાળવવા કાયદાનું ભાન કરાવવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અનુરોધ છે. જેથી દેશમાં ખાસ મુસ્લીમોને તેમજ ઈસ્લામ ધર્મના મહાન ધર્મગુરૂઓને બદનામ કરવાનું બંધ કરવા સખ્તથી સખ્ત પગલાં ભરવામાં આવે તેવો અમારો અનુરોધ છે.
આ આવેદન પત્ર આપતી વખતે મુસ્લીમ સમાજનાં આગેવાન હાજી જુમાભાઈ રાયમાએ જણાવ્યું હતુ કે, ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર ફકત મુસ્લીમો નહી પરંતુ સમગ્ર માનવજાત માટે દયાવાન બનીને આવ્યા છે.
આ દેશમાં અવારનવાર કોમવાદી પરિબળો તાત્કાલિક ડામવામાં આવે તેવી રજુઆત કરી હતી. સાથે હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈની ભાવનાને મજબુત કરવા હિન્દુ સમાજના રવિભાઈ આહિર, ગોવિંદ દનિચા, શિખ સભાના સેક્રેટરી સંજયભાઈ ગાંધી, ક્રિસ્ચન સમાજના એબેસ જેસુધસ ઉપસ્થીત રહી મુસ્લીમ સમાજનાં દુઃખમાં સહભાગી બન્યા હતા. અને પોતાની લાગણી પણ વ્યકત કરી હતી.
આ આવેદન આપતી વખતે અન્ય મુસ્લીમ આગેવાનો રફીકસા સૈયદ, કાસમશા સૈયદ, અભામિયા સૈયદ, અનવરશા સૈયદ, મામદભાઈ આગરીયા, શકુરભાઈ માજાઠી, અલીભાઈ સોઢા, લતીફભાઈ કેવર, હુશેનભાઈ ચાવડા, ભચલશા શેખ, અબ્દુલભાઈ રાજવાણી મામદભાઈ જત, મોલાના મુસા, તારમામદ તુર્ક, અકબરબા શેખ, અયુબભાઈ ઓઢેજા, ઈસ્માઈલભાઈ, હારૂનભાઈ ચાવડા, તેમજ અંજાર, ગાંધીધામ, કંડલા, ભચાઉ શહેરો, તાલુકાનાં મુસ્લીમ સમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી વિરોધ નોંધાવ્યો હતો. એવું સંસ્થાના મામદભાઈ આગરીયાની યાદીમાં જણાવ્યું છે.