પનવેલનાં વેપારી સાથે ૩ કચ્છીઓએ ૮૮ લાખની કરી ઠગાઈ

પોલીસે અલ્લાહબાદમાંથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા

 

ભુજ : મુંબઈના પનવેલમાં શ્રીમાન મેન્સવેર નામની દુકાનના માલિક ગણેશ બેચરા વરચંદની બે દુકાનોમાંથી ૮૮ લાખના કપડા સગેવગે કરીને મેનેજર સહિતના બે કર્મચારીઓએ છેતરપીંડી આચરી હતી. જેની ફરિયાદ નોંધાતા પનવેલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા.
દિવાળીની સીઝન દરમ્યાન કપડાના વેપારી ગણેશ બેચરા વરચંદએ એક આઉટલેટમાં વ્યસ્ત હોવાથી બીજા વ્યવસાય પર નજર કરી હતી ત્યારે મેનેજર ગોસ્વામીને સંભાળવા આપી હતી, સીઝન દરમ્યાન વેપાર ધંધો કરી માલિકે મેનેજર પાસેથી વેંચાણની વિગતો માંગતા મેનેજરે પછી આપુ છું તેવું જણાવ્યું હતું અને બીજા દિવસે મેનેજર બે કર્મચારી પ્રકાશ નિર્ભયકુમાર ગોસ્વામી અને પ્રવિણ વરચંદ સાથે પનવેલથી નાસી ગયો હતો અને ૮૮ લાખના મુદામાલ સાથે ત્રણેય જણાએ સુરતમાં દુકાન સ્થાપવાનું નકકી કર્યુ ંહતું. પરંતુ આ યોજના પુરી ન થતાં તેઓ અલ્લાહબાદ ચાલ્યા ગયા હતા અને ત્યાં ગુજરાતના ઉદ્યોગપતિ તરીકેની ઓળખ આપીને કપડાનો મુદામાલ વેંચી માર્યો હતો. ત્યારે પોલીસે કચ્છના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે.