પદ્ધર પોલીસ મથકની હદમાં ખનિજચોરી, બાયોડિઝલના વેપલા પર કડક કાર્યવાહી કરવાની સૂચના

પશ્ચિમ કચ્છ એસ.પી દ્વારા યોજાયેલા લોક દરબારમાં વિવિધ પ્રશ્નોની કરાઈ રજૂઆત : જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગે તળે કરાશે કડક કાર્યવાહી : પદ્ધર પોલીસ મથકનું પશ્ચિમ કચ્છ એસ.પી દ્વારા કરાયુ વાર્ષિક ઈન્સ્પેક્શન

ભુજ : તાલુકાના પદ્ધર પોલીસ મથકનું પશ્ચિમ કચ્છ એસ.પી દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતુ. સાથે પોલીસ મથક વિસ્તારના લોકે સાથે એસ.પીએ લોક દરબાર પણ યોજ્યો હતો. જેમા સ્થાનિક રાજકિય સામાજિક આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયુ હતુ. જેમા પોલીસ વડાએ પદ્ધર પોલીસ મથકનો રિવ્યૂ કર્યો હતો. પોલીસ મથકની હદમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લગાવવા તેમજ વિસ્તારમાં કાયદોવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જવાબદાર પોલીસ અધિકારી કર્મચારીઓને તાકીદ કરાઈ હતી. વાર્ષિક ઈન્સ્પેક્શનના ભાગરૂપે પોલીસ મથકના વિવિધ વિભાગોનું નિરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તો રેકર્ડની ચકાસણી કરીને ક્રાઈમ રિવ્યૂ પણ યોજવામાં આવ્યો હતો. પદ્ધર પોલીસ મથકની જેમ લોડાય ઓપીનું પણ વાર્ષિક ઈન્સ્પેક્શન કરાયુ હતુ. પદ્ધર પોલીસ મથકના નિરિક્ષણ બાદ લોક દરબાર પણ યોજાયો હતો. જેમા ઉપસ્થિત રાજકિય સામજિક આગેવાનોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લોક દરબારમાં ખાસે તો સરકારી કે માલિકીની જમીન પર દબાણ કરીને કબ્જો જમાવવાની રજૂઆતો ઉઠી હતી. ભુમાફિયાઓ દ્વારા જમીનો પચાવી પડા છે, છતા તંત્ર કે પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા હોવાની રજૂઆતો થઈ હતી. તો આ કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ તળે ગુના નોંધીને કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી હતી. આ અંગે એસ.પીએ જણાવ્યુ હતુ કે, જમીનના કેસોમાં જો કોઈને પણ અન્યાય થયો હોય તો તે અરજદારોને કલેકટર કચેરીમાં અરજી કરવા આગળ આવવુ જોઈએ. કલેક્ટટરમાં અરજી કરાયા બાદ પ્રથમિક તપાસ રેવન્યૂ વિભાગ દ્વારા કરાય છે, અને ત્યારબાદ કલેકટર કક્ષાએથી એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરાય છે. જે કિસ્સામાં અરજદારની વિધિવત્ત ફરિયાદ નોંધીને ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસેથી લેન્ડ ગ્રેબિંગ તળે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા અંગે પણ રજૂઆતો કરાઈ હતી. જેમા ખાસ તો બીકેટી કંપનીની સામે વાહનોના પાર્કિંગ સહિત હાઈવે હોવાને કારણે સમસ્યા થાય છે જેના નિવારણ માટે પણ એસપીએ યોગ્ય પાગલા લેવામાં આવશે તેવુ ઉમેર્યુ હતુ.

તો પદ્ધર પોલીસ મથકની હદમાં બેઈઝ ઓઈલ અને બાયોડિઝલના ગેરકાયદેસર વેંચાણની પ્રવૃતિઓ ધમધમે છે. તો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણકામની લીઝો આવેલી છે. તો લીજો ઉપરાંતે પણ ગેરકાયદેસર રીતે ખનિજચોરી પણ મોટા પ્રમાણમાં થતી હોવાની ફરિયાદો અંગે એસપી સૌરભસિંઘે જણાવ્યુ હતુ કે, પદ્ધર પોલીસ મથકની હદમાં અગાઉ પણ પોલીસે કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ચાલતી બેઈઝ ઓઈલ કે બાયોડિઝલની પ્રવૃતિઓ અટકાવાઈ છે. પોલીસે મુદ્દામલ ઝડપી પાડીને પુરવઠા વિભાગને તપાસ માટે સોંપેલો પણ છે. અને તેના એફએસએલ સહિતના રીપોર્ટ આવ્યે ફરિયાદે નોંધવા સહિતની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ખનિજ ચોરી અટકાવવા માટે પણ અગાઉ ધાણેટી, નાડાપે સહિતના વિસ્તારોમાં કાર્યવાહીઓ કરાઈ છે. તો હજુ પણ સખ્તાઈથી કાર્યવાહી કરવાની સૂચના સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સ્ટાફને આપવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ક્યાંય પણ ખનિજનું ઉથ્ખન્ન કરાય  તો ખાણેખનિજ વિભાગને સાથે રાખીને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હોવાનું એસ.પી સૌરભસિંઘે જણાવ્યુ હતુ. પદ્ધર ખાતે યોજાયેલા લોક દરબારમાં ભુજના સર્કલ પીઆઈ પી.એમ ચોધરી, પદ્ધરના પીએસઆઈ એસ.આર જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય હરી હિરા જાટીયા, પદ્ધર સરપંચ યોગેશભાઈ આહીર, કંઢેરાઈના સરપંચ શંભુભાઈ, પાંચાભાઈ કોઠીવાર, ધનાભાઈ, ઘેલુભા જાડેજા, બુધ્ધાભાઈ, મનજીભાઈ આહીર, સત્તાર મીયાજી, આમદભાઈ કકલ,  દેવજીભાઈ આહીર, ભરતસિંહ સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.