પદ્ધર ગામેથી ટ્રકમાંથી બાર હજારની બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ હોમગાર્ડ જવાનોએ બેટરી ચોરોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

પદ્ધર : પદ્ધર વિશ્વાસ સેલ્સ એજન્સી પાસે પાર્ક કરેલ આઈવા ટ્રકમાંથી રૂપિયા ૧ર હજારની કિંમતની બે બેટરી ચોરી થયાની ફરિયાદ પદ્ધર પોલીસ દફતરે ગઈકાલે જ ફરિયાદ નોંધાઈ હત. જે બેટરીઓ ચોરી ભુજ તરફ આવી રહ્યા હતા. ત્યારે ભુજ હંગામી આવાસ, જીઆઈડીસી પાસે પેટ્રોલિંગમાં રહેલા હોમગાર્ડ જવાનોએ શંકા જતાં હોમગાર્ડ જવાનોએ પડકારતા ત્રણ શખ્સો ભાગ્યા હતા. જેઓ હોમગાર્ડ જવાનોએ પીછો કરી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જયારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલ શખ્સોને બી ડિવિઝન પોલીસમાં સોપતાં પુછપરછ દરમ્યાન તેઓને આ બેટરીઓ પદ્ધર ગામે ટ્રકમાંથી કબુલતાં બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પદ્ધર પોલીસના સ્ટેશનના બેટરી ચોરીના ગુનાની તપાસ ચલાવી રહેલ હે. કો. ગોપાલભાઈ ખાખલાનો સંપર્ક કરતાં તા. ૧૦-૧-૧૮ના નોંધાયેલ બેટરી ચોરીની ફરિયાદ રમેશ રવજી બરાડિયાએ પદ્ધર પોલીસ દફતરે નોંધાવી હતી. જવાન વારિસ પટ્ટણી, અસલમ આરબ અને રહેમતુલા ખલીફાએ આરોપી જૂના દેઢિયાના તૈયબ સમા અને કાઢવાંઢના હનીફ હસણ સમાને ઝડપી લઈ બી ડિવિઝનમાં સંપર્ક કરતાં વધુ તપાસ અર્થે પદ્ધર પોલીસને આરોપીઓનો કબજો અપાયો હતો.