પદલાલસામાં ગાંધીધામના પાંચ પોઠીયાને લોકસેવાનું ચડયું સૂરાતન..!

યે પબ્લીક હે..સબ જાનતી હે..!

  • લાભ વિના લટકા ન થાય..તે આનુ નામ..!

રસી અપાતી હોય ત્યાં ફોટા પડાવવા ઉભા જ હોય પરંતું ઈન્જેકશનો ક્યાં નથી મળતા ?કે ઓકસિજન ખલાસ થઈ ગયો હોય અથવા દર્દીને દવાખાનામાં જગ્યા ન મળતી હોય તેવાને મદદરૂપ થવા માટે આ ઝભ્ભાલેંગાવાળા ક્યાંય ન દેખાય..! સસ્તી પ્રસિધ્ધી માટે પાંચ ૫ોઠીયો તૈયાર જ હોય છે ને ક્યાં રસી આપવાની છે તેની માહિતી સવાર પડે ને સામેથી ફોન કરીને મેળવી ને પહોંચી જ જાય

જે ખુદના પરીવાર-સગા સબંધીઓના નથી થઈ શકયા, તેઓ હાલના સમયે પ્રજાસેવા-સમાજ સેવાના ડોળ-નાટક-ત્રાગા કરતા હોવાથી ઉઠતા સવાલો : આ પાંચ પોઠીયાઓને પ્રજા-કે, પક્ષની ચિંતા નથી, પરંતુ હકીકતમાં સંકુલમાં ખાલી થયેલા ચાવીરૂપ પદો પર આ પોઠીયા ગોઠવાઈ જવા માંગતા હોવાથી કરી રહ્યા છે સેવાના નામે તરકટ : જાણકારોની ટકોર

પાંચ પોઠીયામાથી કોકને શહેર પ્રમુખ – મહામંત્રી પદ મેળવી લેવુ છે તો કેાઈકને જિલ્લા ઉપપ્રમુખ થવુ છે, જયારે કોઈની નજર જીડીએ પર ટકેલી હોવાની છે ચકચાર

ગાંધીધામ : રાજકારણીઓ આજના સમયે સ્વાર્થ વિના સેવા કરે, પ્રજાજનોની ચિંતા સેવે કે ખુદના સમાજની પરવા કરતા દેખાય તે કદાચ કલ્પના બહારની જ વાત બની રહી છે. ગાંધીધામ સંકુલમા પણ હાલમાં પાંચ પોઠીયા શખ્સોને એકાએક જ સેવાનુ સુરાતન ચડયું હેાય તેમ જનસેવા, સમાજના નામે અન્યાયની રજુઆતો કરતા દેખાઈ રહ્યા હોવાથી જાણકારો દ્વારા સુચક ઈશારો કરતા કહેવાય છે કે, આ લાલા લાભ વિના લટકા કરે તેવા નથી..?આ બાબતે શહેરના પ્રબુદ્ધવર્ગ અને રાજકીય બેડામાં આંતરીક રીતે ચર્ચાતી વિગતો અનુસાર હાલમાં આવા જ છાપેલા કાંટલા જેવા ઝભ્ભાલેંગાધારીઓ અમારા સમાજને અન્યાય થયોના ત્રાગાઓ સાથે સમાજની સેવા કરતા અથવા તો ટીકાઉત્સવોમાં પણ રસીકરણ માટે લોકજાગૃતી આણતા હોય તેવા સસ્તીપ્રસિદ્ધીઓના ફોટા પડાવીને જનસેવાના દેખાડાઓ કરી રહ્યા છે. આ ગાંધીધામના ઝભ્ભાલેંગાધારીઓની આવી સેવા અને પ્રજાલાગણીની તત્પરતા ચર્ચાના એરણે ચડી છે અને જાણકારો તો કહી જ રહ્યા છે કે, આ પાંચ પોઠીયાઓને પક્ષ-પ્રજા કે સમાજસેવાની પરવા નથી પરંતુ પદલાલસા માટે કરીને પાંચેય પોઠીયાઓને એકોએક જ સેવાનુ સુરાતન ચડી જવા પામી ગયુ છે. અહી સવાલ થશે કે, આ તો વળી નવુ..! હા, તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ સંપન્ન થઈ છે અને કેટલાક પદો સંગઠનમાં ખાલી પડયા છે જેના પર નગરસેવકો ચુંટાઈ આવ્યા છે એટલે હવે આ પાંચ પોઠીયાઓની લાળ આવા હોદાઓ મેળવી લેવાને માટે ટપકી રહી છે અને તેથી જ પ્રજાસેવા કરી રહ્યા હોવાના ઢોંગ રચી રહ્યા હોવાનુ કહેવાય છે. કોઈને મહામંત્રી તો કોઈને ઉપપ્રમુખ બની જવુ છે અથવા તો કોઈની નજર જીડીએના મુખ્ય પદ પર મંડરાયેલી છે. જો કે, મજાની વાત એ છે કે, ગાંધીધામની પ્રજા શાણી છે અને તેથી જ પાંચેય પોઠીયાઓને નખશીખ ઓળખી ચુકી છે એટલે સેવાના નામે નાટક કરી અને પદો પડાવી લેવાની ગેાઠવણમાં રહેલા આ પાંચ પોઠીયાઓની ગોઠવણીઓ નિષ્ફળ જ જાય તો પણ નવી નવાઈ નહીં કહેવાય.