પતંજલીને હાઈકોર્ટની ફટકાર

મુંબઇ : મુંબઈ હાઈકોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદને કેસની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેમની એક જાહેરાતને અટકાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યૂનિલીવરની ફરિયાદ પ્રમાણે  પતંજલિની જાહેરાતમાં HUL સાબુ દર્શાવવામાં આવ્યા છે. ૧૮મી સપ્ટેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી કરવામાં આવશે.આ બાબતે HULના પ્રવકતાએ જણાવ્યું કે, બોમ્બે હાઈ કોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદની આ એડવર્ટાઈઝમેન્ટને વચગાળાની નોટિસ ફટકારી છે. આ મેટર અત્યારે કોર્ટમાં હોવાથી અમે વધારે માહિતી આપી શકતા નથી.ઉલ્લેખનીય છે કે પતંજલિની આ જાહેરાતમાં સાબુની બ્રાન્ડ્‌સ લકસ, પીઅર્સ, લાઈફબોય અને ડવને દર્શાવીને આડકતરી રીતે કહેવામાં આવે છે કે, લોકોએ આવા કેમિકલ વાળા સાબુ રિજેકટ કરવા જોઈએ અને નેચલર સાબુ અપનાવવા જોઈએ. આ જાહેરાત ૨જી સપ્ટેમ્બરથી ટીવીમાં આવે છે. સોમવારના રોજ HUL કોર્ટ પહોંચ્યુ હતુ અને જાહેરાતનું પ્રસારણ રોકવાની માંગ કરી હતી.હિન્દુસ્તાન યૂનિલીવરના સાબુ લકસને ઘણાં વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ એન્ડોર્સ કરે છે.  પતંજલિ પોતાની જાહેરાતમાં કહે છે કે, ફિલ્મસ્ટાર્સના કેમિકલ વાળા સાબુ ન વાપરો.