પડાણાની કંપનીમાં ફેન્સિંગ તોડીને આવેલા શખ્સોએ ૧.૬૪ લાખની મતા ચોરી

તસ્કરો વોટર પંપ, ઈલેકટ્રીક મોટર તેમજ ભંગાર સહિતનો મુદ્દામાલ ઉછેડી જતાં બી ડિવિઝન ફરિયાદ

ગાંધીધામ : તાલુકાના પડાણા નજીક આવેલી કંપનીમાં ફેન્સિંગ તોડીને ઘુસી આવેલા શખ્સોએ ૧.૬૪ લાખની મતાની ચોરી કરતાં ફોજદારી નોંધાવાઈ છે. પડાણા નજીક આવેલી રૂદ્રાક્ષ કંપનીમાં ચોરીનો આ બનાવ શુક્રવારે રાત્રે બન્યો હતો. કંપનીના પંકજ ત્રિંબકભાઈ દેવગડેએ નોંધાવેેલી ફરિયાદ પ્રમાણે કોઈ ચોર શખ્સોએ ફરિયાદીની કંપનીની દિવાલની લોખંડની ફેન્સિંગના તાર તોડી દિવાલ કુદી ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો. અને કંપનીમાંથી ચોરી કરી હતી. જેમાં સોફટ વોટર પંપ સાથેની ૪પ હજારની બે ઈલેકટ્રીક મોટર, કુલીંગ ટાવર પંપ સાથે ૪૦ હજારની એક ઈલેકટ્રીક મોટર, પ્રોસેસ વોટર પંપ સાથે ૩૦ હજારની ર ઈલેકટ્રીક મોટર તેમજ ૪૦ હજારની કિંમતનો એક પુલીંગ ટાવર પંપ અને ૩૦૦ કિલો લોખંડનો ભંગાર મળી કુલ રૂપિયા ૧,૬૪,૦૦૦ની ચોરી કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી પીઆઈ એસ.એન. કરંગીયાએ આગળની તપાસ હાથ ધરી છે.