પંજાબ સામે આજે બેંગ્લોરે મેચ જીતવી જરૂરી : રાત્રે ૮ વાગ્યે મુકાબલો

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને પ્લે-આફ માટેની આશા ફરી જીવતં રાખી હતી. જોકે, આજે બેન્ગલોરે પ્લે-આફ માટેનો દાવો મજબૂત કરવા અહીં રાત્રે ૮ વાગ્યે શ થનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવવું જ પડશે. રવિચન્દ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ શઆતમાં એક પછી એક મેચ જીતી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી ખૂબ હારી છે એટલે આજે વિરાટ અન્ડ કંપનીએ એના આક્રોશથી ચેતવું પડશે.
શનિવારે બેન્ગલોરે વિજય હાંસલ કર્યેા હોવા છતાં પોઇન્ટસ-ટેબલમાં એ છેક સાતમા નંબર પર હતું. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા જેમાં જબરદસ્ત ફોર્મ ધરાવતા રિષભ પતં (૬૧ રન, ૩૪ બોલ, ચાર સિકસર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે, આઇપીએલમાં આ વખતે પહેલી જ વખત રમેલા ૧૭ વર્ષના અભિષેક શર્મા (૪૬ અણનમ, ૧૯ બોલ, ચાર સિકસર, ત્રણ ફોર)ની ફટકાબાજીએ પણ રગં રાખ્યો હતો. બેન્ગલોર વતી યુઝવેન્દ્ર ચહલે બે તથા મોઇન અલી અને મોહંમદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
બેન્ગલોરે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન બનાવીને રોમાંચક વિજય મેળવીને બહત્પમૂલ્ય બે પોઇન્ટ મેળવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી (૭૦ રન, ૪૦ બોલ, ત્રણ સિકસર, સાત ફોર) તથા એ.બી. ડીવિલિયર્સ (અણનમ ૭૨, ૩૭ બોલ, છ સિકસર, ચાર ફોર) વચ્ચે માત્ર ૬૪ બોલમાં ત્રીજી વિકેટ માટે ૧૧૮ રનની ભાગીદારી થઈ હતી. બેન્ગલોરે ત્રીજી જ ઓવરમાં ૧૮ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પણ આ વિજય મેળવીને પોતાની તાકાતનો પરચો રહી-રહીને બતાવી દીધો હતો. બેન્ગલોરનો ૧૧ મેચમાં આ ફકત ચોથો વિજય હતો. બીજી તરફ, દિલ્હીની ૧૨ મેચમાં આ નવમી હાર હતી.