પંચાયતમાં કોનો રાજ? : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો

ગુજરાતમાં આજે ૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી : ચુસ્ત બંદોબસ્ત તૈનાત

 

ખેડાના માતરમાં ચૂંટણીનો બહિષ્કાર
અમદાવાદ : આજ રોજ રાજયની જીલ્લા અને તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે આજે ખેડાના માતર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આસપાસની કંપનીઓ દ્વારા બાયો મેડીકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરવામા આવત અને તેની વારંવારની રજુઆત છતા પણ તેનો કોઈ જ યોગ્ય ઉકેલ ન લાવવામા આવતા આજ રોજ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

 

ગાંધીનગર : ગુજરાતમાં આજે ૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૮,૫૭,૨૯૧ મતદારો પોતાના પક્ષના નેતા પસંદ કરવા મતદાન થવા પામી રહ્યુ છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના ૧૧,૭૦,૮૬૩ મતદારો મતદાન કરવામા આવી રહ્યુ છે. જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ ૨૭૩ ઉમેદવાર મેદાને છે. તો, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૦૦૫ ઉમેદવાર મેદાને છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાંથાવાડા બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે. ત્યારે બનાસકાંઠાની ૧૪ તાલુકા પંચાયતની ૩૪૩ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. બનાસકાંઠામાં તાલુકા પંચાયતની ૭ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની ૫ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં તાપી જિલ્લા પંચાયતની મોહિની બેઠક, ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખોડુ બેઠક, આણંદ જિલ્લા પંચાયતની કાસોર બેઠક અને ભાવનગર જિલ્લા પંચાયતની ઘેટી બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે.ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પણ આજે યોજાઈ રહી છે.જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ૩૬ બેઠક માટે મતદાન યોજાશે. જેમાં કપડવંજ, કઠલાલ તાલુકા પંચાયતની ૫૦ બેઠકો માટે મતદાન થશે. તાલુકા પંચાયતની ૨૪ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે.