પંચમહાલ પાસે ગમખ્વાર કાર દુર્ઘટનાઃ એક જ પરિવારના ૭ બાળકોના મોત

શિવરાજપુર : પંચમહાલના શિવરાજપુર પાસે કારના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પરિવારના ૭ બાળકોના મોત થયા છે. શિવરાજપુર નજીકના જબાન ગામ પાસે ટાયર ફટતા કાર ખાઈમાં ખાબકી હતી.
ગાડી ખાઈમાં ખાબકતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બોડેલીના
પરિવારજનનોના મોત થયા છે. આ ઘટના બાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.આ ઘટના અંગે મળતી વિગત અનુસાર આજરોજ વહેલી સવારે પંચમહાલના શિવરાજપુર નજીકથી પસાર થઇ રહેલી એક કારને અકસ્માત નડ્‌યો હતો. આ બનાવમાં ટાટા કંપનીની એક કારનું ટાયર ફાટતા રસ્તા નજીક રહેલ
પાણી ભરેલ ખાઇમાં ખાબકી હતી. ગાડીનું ટાયર ફાયટા કાર ચાલકે સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. કાર ચાલકે ગુમાવેલ કાબુને પગલે ટાયર નજીકની ખાઇમાં ખાબકતા સવાર ૭ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જો કે, કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હોવાનું માલૂમ
પડ્‌યું હતું. ખાઇમાં ખાબકવાથી મૃત્યુ પામેલ તમામને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે, પંચમહાલના શિવરાજપુર નજીક બનેલી અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ સાથે જ સ્થાનિક લોકોના ટોળા પણ ઉમટી પડ્‌યા હતા. જો કે, મૃતકોની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.