પંચમહાલમાં ગટર માટે ખોદેલા ખાડામાં એક્ટિવા ચાલક ખાબક્યો

(જી.એન.એસ.)પંચમહાલ,કહેવત છે કે ખાડા ખોદે કે પડે. જોકે, પંચમહાલના કાલોલમાં આ કહેવાત સાચી નથી નથી. આમ પણ તંત્રના પાપે ચોમાસામાં અનેક ખાડા પડતા હોય છે, જેના પગલે અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. અનેકે હૉસ્પિટલ ભેગા પણ થવું પડતું હોય છે. કાલોલ ખાતે ચાલી રહેલા ગટરના કામ દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં એક એક્ટિવા ચાલક ખાબક્યો હતો. જે બાદમાં એક્ટિવાને ક્રેનની મદદથી બહાર કાઢવું પડ્યું હતું. જોકે, ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.કહેવત છે કે ખાડા ખોદે કે પડે. જોકે, પંચમહાલના કાલોલમાં આ કહેવાત સાચી નથી નથી. આમ પણ તંત્રના પાપે ચોમાસામાં અનેક ખાડા પડતા હોય છે, જેના પગલે અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. અનેકે હૉસ્પિટલ ભેગા પણ થવું પડતું હોય છે. કાલોલ ખાતે ચાલી રહેલા ગટરના કામ દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં એક એક્ટિવા ચાલક ખાબક્યો હતો. જે બાદમાં એક્ટિવાને ક્રેનની મદદથી બહાર કાઢવું પડ્યું હતું. જોકે, ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.કાલોલની કુમાર શાળા પાસે ગટરનું નાળુ નાખવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. બનાવ બાદ લોકો એકઠા થઈ ગયા હતા. ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી પરંતુ એક્ટિવાને ખાડામાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.હાલોલ-કાલોલ પંથકમાં વરસાદની એન્ટ્રીઃ બીજી તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હોવાના સમાચાર મળ્યા છે. પંથકમાં ખૂબ જ ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. બુધવાર રાતથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. વરસાદના આગમન સાથે ખેડૂતોને ખેતીલાયક વરસાદ થાય તેવી આશા બંધાણી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.