પંચતત્વથી પ્રભાવિત ટ્રેક પર ચાલું છુંઃ પીએમનો ફીટનેસ વીડીયો વાયરલ

વિરાટ કોહેલીએ આપેલ ચેલેન્જનો મોદીએ કર્યો સ્વીકાર : આઈપીએસ અધિકારી, મનિકા બત્રા, એચ.ડી.કુમારસ્વામીને આપી ફીટનેસ ચેલેન્જ

નવી દિલ્હી : ક્રીકેટર વિરાટ કોહલી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફીટનેસ ચેલેન્જ આપતો વીડીયો વાયરલ કર્યો હતો જેનો મોદીએ સ્વીકાર કર્યા બાદ આજ રોજ તેઓએ ફીટનેશનો વીડીયો વાયરલ કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આ વીડીયો વાયરલ કરી અને કહ્યુ છે કે, પંચતત્વથી પ્રભાવિત ટ્રેક પર ચાલું છું.
નરેન્દ્ર મોદીએ આજ રોજ પોતાની ફીટનેશ પુરવાર કરતો વીડીયો રજુ કરવાની સાથોસાથ જ દેશના આઈપીએસ અધિકારીઓ તથા મનિકા બત્રા અને કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામીને ફીટનેશ પડકાર ફેંકયો હોવાનુ માલુમ પડી રહ્યુ છે.