ન… ભુલીએં, કચ્છને ધ્યાને રાખી નર્મદા ડેમની ઉંચાઈ વધારાઈ છે : બાબુભાઈ શાહ

image description

ગાંધીધામ : કચ્છમાં નર્મદા પૂર પાણીનાં ૧ મીલીયન એકરફીટનો ર૦૦૦નાં વર્ષ પહેલા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છને દરેકને ત્રણ મીલીયન એકરફીટ પૂર પાણીનાં સરખેભાગે એક એક મીલીયન એકરફીટ દરેકને દસ લાખ એકરફીટ પૂર પાણીની ઉપલબ્ધ ફાળવણીને ર૦ વર્ષ કરતાં વધુ સમય પસાર થવું તેમજ ઉત્તર ગુજરાતનાં ર૦૦ર-૦૩ની બજેટ ફાળવણી થયે ર૦૦૬ માં સુજલામ સુફલામની ૭ સ્પ્રેડીંગ ચેનલ અને પાંચ પાઈપલઈનથી ધરોઈ ડેમ નર્મદા પૂર પાણી ભરવાની ર૩૦૦ કરોડની યોજનાનાં લોકાર્પણ પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક એક મીલીયન એકરફીટ નર્મદા પૂર પાણી લઈ જવાની કોઈ ચિંતા/કાળજી ઉતાવળ ન અનુભવાતા ર૦૧રનાં ૧ર મી માર્ચનાં વિધાનસભામાં મારા પ્રશ્નનાં લેખીત જવાબમાં ઉત્તર ગુજરાતમાં ર૦૦૬ પહેલા ર૩૦૦ કરોડથી વધુ રકમનાં થયેલ ખર્ચ સામે ૩૧/૧ર/ર૦૧૧ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટે માત્ર ૭૪ લાખ રૂાપીયાનું જ ખર્ચ થયાનો સિંચાઈ મંત્રીનો એકરાર ભાજપ શાસનમાં નર્મદા જળ સાચવવાની ઘોર બેદરકારીની નાલેશી પુરવાર થતાં જાગૃતાવસ્થામાં આવી ઓગષ્ટ ર૦૧રમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદા પુરતા વધારાનાં ૧ મીલીયન એકરફીટ પૂર પાણી ફાળવણી અન્વયે થયેલ ટેકનીકલ એકસપર્ટ મેક મોકનાલ્ડ દ્વારા થયેલ સર્વેને સૈદ્ધાંતિક મંજુરી આપવાની ત્વરીત કામગીરી વિધાનસભા તા. ૧ર/૩/ર૦૧રનાં પુછાયેલા પ્રશ્નને આભારી ગણીએ.
ર૦૧રનાં ડિસેમ્બરમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખી સપ્ટેમ્બરમાં રાજકોટનાં હેમુ ગઢવી ઓડીટોરીયમમાં પાણી પરિષદનાં નેજે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ સૌની સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ ની મેક મેકનાલ્ડ દ્વારા ભલામણ થયેલ વિસ્તારોમાં નર્મદા પૂર પાણી લઈ જવાની ૭ર૦૦ કરોડની યોજનાની જાહેરાત બજેટમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં કરવામાં આવી તેમજ ટેન્ડર પ્રક્રિયા પછીની ર૦૧ર-૧૭ ની ભાજપની જ સરકારે ર૦૧૩-૧૪ની બજેટરી જોગવાઈ અન્વયે સૌનીનાં શ્રી ગણેશનો અહેસાસ કરાવ્યો પણ. સાથે જ સર્વે થયેલ કચ્છ માટેનું પૂર પાણી લઈ જવા ઉત્સાહ દાખવવાની સદંતર બેદરકારી અનુભવતા પ્રજાકીય પ્રતીનીધીઓ / ખેડૂત આગેવાનો જાહેરજીવનનાં મોભીઓ દ્વારા કચ્છમાં નર્મદા પૂર પાણી લઈ જવાનાં ઈરાદા પુરવાર કરતી નાણાકીય ફાળવણીની સદંતર અવગણના અનુભવાય છે ત્યારે બજેટમાં કોઈ જ જોગવાઈ ન હોવા છતાં રાજ્ય સરકો કચ્છમાં પૂર પાણી લઈ જવાનાં ૪ર૦૦ કરોડનાં સાત કન્ટુરની યોજનાનાં પહેલા ફેઈઝનાં ૩પ૦૦ કરોડનાં ખર્ચનો સૌદ્ધાંતિક સ્વીકાર કર્યાનાં ખબરો અખબારોની હડ લાઈન બનવું તેમજ ભાજપની આગેવાનીએ બીજા જ દિવસે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી અને પ્રધાન મંડળ સહિતનો આભાર માનતા સમાચારો પણ વાંચવા મળ્યા.નર્મદા પૂર પાણી સાચવવાની સુજલામ સુફલામની વૈતરણીએ ઉત્ર ગુજરાતમાં ર૦૦૭ની ચૂંટણીમાં ભાજપને તારનાર પુરવાર બનવું તેમજ સૌરાષ્ટ્ર માટે પણ ર૦૧રન ચૂંટણી પહેલા સૌની ની જાહેરાતનો રાજકીય લાભ મેળવનાર ભાજપ ગણાય છે. મોડે મોડે પણ ર૦રરનાં ડિસેમ્બરની વિધાનસભાની ચૂટણી પહેલાનાં ર૦રર-ર૩નાં બજેટમાં કચ્છમાં નર્મદા પૂર પાણી સાચવવા પુરતી નાણાકીય ફાળવણી તેમજ સૌનીનાં ૭૦૦૦ કરોડનાં અંદાજીત ખર્ચ ર૦૦૦૦ કરોડે પહોંચાડનાર પરિબળો ટેન્ડર પદ્ધતિની અનેક વિસંગતતાઓ કચ્છમાં મોડેમોડે નર્મદા પૂર પાણી આવવામાં નડતર ન બને તેની કાળજી લઈએ. નિરાશાને દૂર રાખીએ હક્કનું પાણી મેળવવા વિશ્વાસ, શ્રદ્ધા, સચેતતાને આધાર બનાવીએ.૧૯૯૩ માં વિધાનસભામાં નર્મદા સબબે સરકારી ઠરાવને સર્વાનુમતે મંજુર રાખનાર તમામ પક્ષોએ નર્મદા સબબે હકારાત્મતા દાખવી છે. અનેક અડચણો પાર કરી નમામી દેવી નર્મદેની જળરાશી પૂર્વ કચ્છમાં પ્રવેશી અંજારનાં ટપ્પર સુધી પહોંચી છે. બ્રાન્ચ કેનાલ માટેની જમીન સંપાદનની વિલંબીત પ્રક્રિયા લોકજાગૃતિનાં કારણે પૂર્ણ બન્યાનાં સમાચારો વર્ષાન્તે મોડકુબા સુધી કચ્છ બ્રાન્ચ પહોંચ્યે કચ્છનાં નર્મદા પૂર પાણી સાચવવાનાં જળસંપત્તિ પ્રભાગ દ્વારા રજુ થયેલ અંદાજ સમીતીનું વધારાનાં સાહિત્ય દસ્તાવેજની વિગત મોડકુબાથી ગોયલા સુધી કચ્છ બ્રાન્ચ કેનાલ લંબાવવા સહિતની જુદી જુદી ૮ પથરેખા દ્વારા કચ્છમાં ૪ લાખ હેકટરની હયાત સિંચાઈ સહિતની સવલતની ખાત્રીબદ્ધતા દાખવતા ટેકનીકલ એકસપર્ટ શ્રી મોટ મેકનાલ્ડનાં સર્વે રીપોર્ટને આધાર ગણી ૪ર૦૦ કરોડનાં ર૦૧રનાં અંદાજીત ખર્ચમાં થયેલ વધારાની પરવા કર્યા વગર નર્મદા ડેમમાંથી વહાવેલ નર્મદા જળરાશી ગુજરાત સૌરાષ્ટ્રનાં વિસ્તારોને નવપલ્લવીત કરી કચ્છ બ્રાન્ચ કેનાલનાં માધ્યમમે જ નારાયણ સરોવર નજદીક કોટેશ્વર મહાદેવનો નર્મદા જળ અભિષેક થયે જ અરબી સમુદ્રનાં દક્ષિણ ધ્રુવ સુધીનાં જમીન વિહોણી જળરાશીમાં વીલીન/સમાવવાની શાશ્વત પ્રક્રિયા થવી આપણા સહિતની પૂર્વ પેઢીઓનાં કચ્છમાં નર્મદાનીર આવવાનાં, લાવવાનાં મનોરથ, સ્વપ્ન સાકાર થવાની હકારાત્મતા સમજીએ, સમજાવીએ. નર્મદા ડેમની હાઈટ/ઉંચાઈ નારાયણ સરોવર સુધી પાણી લઈ જવાને આધારે મળી છે. અપાઈ છે તે ભુલાય નહિં તેને સદૈવ યાદ રાખીએ નર્મદે સર્વદે ને મંત્ર બનાવીએ તેવું બાબુભાઈ મેઘજી શાહની યાદીમાં જણાવાયું છે.