ન્યાય૫ાલીકાની નિષ્ઠા સામે સવાલ દેશના લોકતંત્ર પર ખતરો ભારતમાં ઐતિહાસીક દીવસ

પીએમઓએ કર્યો હસ્તક્ષેપ : તત્કાળ બેઠક બોલાવી : કાયદામંત્રી રવિશંકર પ્રસાદ-એમઓએસ પી.પી.ચૌધરી સાથે યોજી બેઠક

 

ન્યાયપાલીકાની પ્રણાલી સામે ઉઠયા સવાલો : સુપ્રીમકોર્ટના
ચાર સીટીંગ જજોએ યોજી પત્રકાર પરીષદ : મુખ્ય ન્યાયાધીશને અનેક ગોટાળાની કરી ફરીયાદ

 

 

શું કહેવાયુ પત્રકાર પરીષદમાં..!
• મુખ્ય ન્યાયાધીશ મામલે પ્રજા નિર્ણય લે • સીજેઆઈને અનિયમિતતા મામલે જાણ કરી હતી • અમે નહી બોલીએ તો દેશમાં લોકતંત્ર ખત્મ થઈ જશે • અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો • અમે નથી ઈચ્છતા કે બે દાયકા બાદ અમારા પર આરોપ લાગે • ન્યાયપાલીકાની નિષ્ઠ પર ઉઠયા સવાલ •અમને હતુ કે કાર્યવાહી થશે પરંતુ ન કરવામા આવી

 

 

ન્યાયાધીશોએ સાર્વજનીક ન હોતું થવુ
હાઈકોર્ટના પૂૃર્વ જસ્ટીશ શ્રી સચ્ચરે આપી પ્રતિક્રીયા
અમદાવાદ : આજે સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશો દ્વારા પત્રકાર પરીષદ યોજી અને ન્યાયપાલીકા પર એક મોટો સવાલ ઉભો કર્યો છે ત્યારે બીજીતરફ આ મામલે હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીશ શ્રી સચ્ચર દ્વારા નિવેદન અપી અને કહેવામા આવ્યુ છે કે, જજોએ સાર્વજનીક રીત નિવેદન આપવાની જરૂર ન હતી.

 

 

એકશનમાં સરકાર : કાયદામંત્રીને પીએમનું તેડું
નવી દિલ્હી : સુપ્રીમકોર્ટના ચાર જેટલા નામદાર ન્યાયાધીશ દ્વારા પત્રકાર પરીષદ યોજી અને ન્યાયાપાલીકાની નિષ્ઠાની સામે ન માત્ર સવાલો ઉભા કરતા ખુલાાસ કર્યા છે બલ્કે ભારતમાં લોકતંત્રને પણ ખતરામાં હોવાનુ કહેતા જજના આક્ષેપ બાદ હવે મોદી સરકાર એકસનમાં આવી જવા પામી ગઈ છે. નરેન્દ્ર મોદીએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને તેડાવ્યા છે અને તેની સાથે જ પી.પી.ચૌધરીને પણ બોલાવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

 

 

સુપ્રીમકોર્ટમાં નથી ‘ઓલ ઈઝ વેલ’
ચાર નામદાર ન્યાયાધીશનો મોટો આરોપ : સીજેઆઈ દીપક મિશ્રાથી થયેલા મતભેદોને કર્યા સાર્વજનીક
નવી દિલ્હી : સુપ્રીમકોર્ટમાં ગડબડ ચાલતી હોવાનો મોટો આરોપ આજ રોજ અહીના જ ચાર નામદાર જજ દ્વારા લગાવવામા આવ્યો છે તેઓએ પત્રકાર પરીષદ મારફતે કહ્યુ છે કે, અમે બે માસ પહેલા જ સીજેઆઈને એક પત્ર મોકલ્યો હતો. જેમાં અનિયમીતતા મામલે ફરીયાદ કરવામા આવી હતી. અમે સીજેઆઈને સમજાવી ન શકયા. તેઓએ કહ્યુ કે, ન્યાયપાલીકામાં આજ સુધી આવુ થવા નથી પામ્યુ. ભવિષ્યમાં અમને કોઈ ન કહે કે અમે આત્મા વેંચી દીધી છે તે માટે આજે મજબુર થઈને મીડીયા સામે આવવુ પડયુ છે.

 

સુપ્રીમકોર્ટનો આતંરીક વિવાદ છે : ભારત સરકાર
નવી દિલ્હી : સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશ દ્વારા પત્રકાર પરીષદ યોજી એક ચીઠ્ઠી સાર્વજનીક કરી અને સીજેઆઈ દ્વારા અન્યોને સાંભળવામા આવતા ન હોવાનો આરોપ લગાવાયો છે ત્યારે બીજીતરફ તાબડતોડ સરકાર દ્વારા બેઠક યોજવામા આવી હતી અને હવે સરકારે આ મુદે હાથ ઉંચા જ કરી લીધા છે અને કહ્યુ છે કે, આ વિવાદથી સરકારને કોઈ લેવા દેવા નથી. સુપ્રીમકોર્ટ અને ન્યાયાધીશનો આતંરીક મામલો છે ન્યાયાધીશ આ મુદાને ખુદ આતંરીક રીતે જ ઉકેલી લેશે તેમ પણ સરકાર દ્વરા પ્રતિક્રીયા આપી અને કહેવામા આવ્યુ છે.

 

 

સીજેઆઈ ઓપનકોર્ટમાં કરશે સુનાવણી
નવી દિલ્હી : આજ રોજ ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય સિનિયર ન્યાયાધીશનો વિવાદ સપાટી પર આવવા પામી ગયો છે. ચાર ન્યાયાધીશ દ્વારા સીજેઆઈ દીપક મિશ્રાની સામે સવાલો ખડા કર લીધા હતા અને તે અંગે જ બીજીતરફ આજે બપોરે ઓપન કોર્ટમાં સીજેઆઈ સુનાવણી હાથ ધરી રહ્યા છે. તેઓએ એટર્ની જનરલ સાથે અ મામલે તાબડતોડ મીટીંગ યોજી અને ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરવાનો નીર્ણય લીધો હતો.

 

નવી દિલ્હી : ભારતના ઈતિહાસમાં આજ રોજ પ્રથમ વખત એક અભૂતપૂૃર્વ કહી શકાય તેવી મોટી ઘટના બહાર આવવા પામી રહી છે. આજ રોજ દેશની સૌથી મોટી ન્યાયીક અદાલત નામદાર સુપ્રીમકોર્ટના ટ્ઠંર ન્યાયાધિશશ્રીંક્નિાુશ્રી ચેલમેશ્વર, શ્રી રંજન ગોગઈ, શ્રી મદન ભીવારાઓ લોકુર અને શ્રી કોરિયન જોસેફ છે. ન્યાયાધીશશ્રીઓ દ્વારા જાહેરમાં મીડીયાની સામે પત્રકાર પરીષદ યોજી અને ચોકાવનારા ખુલાસાઓ કર્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ચાર ન્યાયાધીશો પૈકીના જજ શ્રી ચલમેશ્વર દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યુ હતુ કે, સુપ્રીમકોર્ટની નિષ્ઠા સામે સવાલો ખડા થઈ રહ્યા છે. અમે ગણા બધા ગોટાળાઓની જાણ સીજેઆઈ ચીફ જસ્ટીશ ઓફ ઈન્ડીયાને કરી છે. અગાઉ કયારે ન્યાયપાલીકામાં આવુ નથી થયુ. તેઓએ વધુમાં ખુલાસો કર્યો છે કે, અમે નથી ઈચ્છતા કે વીસ વરસ બાદ અમારી સામે પણ કોઈ આરોપો લગાવવામા આવે.
નોધનીય છે કે, આજનો દિવસ ભારત માટે ઐતિહાસીક બની રહ્યો છે. સુપ્રીમકોર્ટના સીટીંગ ચાર-ચાર નામદાર ન્યાયાધીશો દ્વારા મીડીયાથી રૂબરૂ થઈ અને સીજેઆઈને ગોટાળાઓ બાબતે અવગત કર્યાની વિગતો સાર્વજનીક કરી હોય તેવી પ્રથમ ઘટના બની રહી છે. હકીકતમાં ભારતન્ લોકતંત્ર માટે પણ ખતરારૂપ આલબેલ જબનવા પામી રહી છે.