નોટબંધી, જીએસટી અમલીકરણ અને કોવિડ મહામારીએ દેશના અર્થતંત્રને થંભાવી દીધું : બાબુભાઈ શાહ

ગાંધીધામ : નોટબંધી, જીએસટી અમલીકરણ અને કોરોના કોવિડ મહામારીએ દેશના અર્થતંત્રને થંભાવી દીધું તેવું પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહેે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી દ્વારા હાલનાં ભારતની આર્થિક સ્થિતી નાજુક તબક્કામાંથી હોવી તેમજ ૧૯૯૧ કરતાં વધુ વિકટ હોવાની ચિંતા વ્યક્ત નિવેદનની તમામ સમાચારોએ નોંધ લીધી છે.સદ્‌ગત રાજી ગાંધી દ્વારા ર૧મી સદીમાં જનાર ભારતને આધુનિકતાથી સુસજ્જ કરવા ઉદાર મતવાદી અર્થ વ્યવસ્થાની વિચારધારાને દિવંગત રાજીવ ગાંધીનું નામ આગળ ધરી તેમની વિદાય પછી વૈશ્વિક ઉદારીકરણ વિચારધારાનાં વાવાઝોડા સમા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સમગ્ર વિશ્વની સમાન નાણાકીય વ્યવસ્થાનાં આધાર બનાવતી પદ્ધતિએ પ્રાશ્ચાત્ય જીવન શૈલીને અનુલક્ષી ખર્ચાળ પદ્ધતિઓ અપનાવી ઝડપભેર આગળ ધપવાનાં અભરખા પૂ. મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજ, સ્વાલંબન, સ્વદેશી, સાદગી, સહયોગની સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની શીખ, ભાવના ૧૯૯૦ પછી સદંતર વિસરાઈ ગયેલ અનુભવાય છે.સન્મુખાનંદ ચેટ્ટીનું ર૮ ફેબ્રુઆરી ૧૯૪૮ નું રપ૭ કરોડનું પહેલું બજેટ જેમાં ભાખરાનાંગલ તેમજ દામોદર વેલી જળ સિંચાઈનો સમાવેશ થયો ત્યારથી ૧૯૬૦ સુધી ત્રણ આંકડાનાં બજેટ ૮૯૦ કરોડનું લીપ વર્ષનું ર૯ ફેબ્રુઆરીનું ભારત સરકારનું બજેટ ૧પ વર્ષની આર્થિક મંજીલો સર કરીને ર૮ ફેબ્રુઆરી ૧૯૭પનાં સી. સુબ્રમણ્યમ દ્વારા પ૯૬૦ કરોડનું બજેટ ૧પ વર્ષ પાંચ ગણું ચાર આંકડાનું બજેટ નાણાકીય એચ.એમ.પટેલ દ્વારા કોંગ્રેસનાં વિકલ્પની મોરારજી દેસાઈનાં વડાપ્રધાન પદની જનતા મોરચાની સરકારનાં પાંચ આંકડાના પ્રારંભનું ૧પપ૪ર કરોડનું ૧૯૭૭ નાં બજેટનાં પાંચ આંકડા છેક વી.પી.સિંઘની વિપક્ષની ભાજપનાં ટેકાની સરકારનાં મધુ દંડવતે સુધી એક લાખ કરોડની અંદર સીમીત બજેટ ચંદ્ર શેખરની સરકારનાં નાણામંત્રી યશવંત સિંહાનું ૧,૧૦,૧૬૭ એક લાખ કરોડથી વુધુનું બજેટ નરસિંહરાવનાં ઉદારીકરણને આગળ ધપાવવા મનમોહનસિંહજીને નાણામંત્રી બનાવી વિપરીત પરિસ્થિતીને અનુકુળ બનાવી ૧૯૯૬માં ચૂંટણી પહેલાનું ર,૦ર,ર૯૮ બે લાખ કરોડની છ વર્ષની સીમીતતા પછેડી એટલી સોડ છતાં નાણાકીય સદ્ધરતાનો પાયો મજબુત બનાવનાર ગણાય છે.ર૦૦૯ પછીનાં વૈશ્વિક અનુસરણની હવાએ મોટા બજેટ તેમજ શહેરીકરણ/ઈન્ફ્રાસ્ટ્રકચર સ્માર્ટ સીટી/ખર્ચાળ પદ્ધતિઓને અનુસરતી નાણાકીય બોજ વધારતી વિકસીત દેશોની કર એકત્રીત કરવાનાં વેટ/જીએસટી જેવા લાંબાગાળે ફાયદાકારક થવાની દિશા બતાવનાર સુધારાઓનો આડેધડ અમલે ર૦૧૪ પછી એનડીએ સરકાર દ્વારા નોટબંધી/જીએસટી નાં અમલીકરણની અપરીપક્વ અમલવારી તેમજ કોવિડ-૧૯ નીમહામારીએ ભારતનાં અર્થતંત્રની મક્કમતાએ થતી આગેકૂચને થંભાવી દીધી છે.બજેટની વધતી સાઈઝ દેશનાં આર્થિક બોજને અનેકગણો વધારો કરાવે છે. સદગત રાજીવ ગાંધીની પારદર્શકતા ૯મી લોકસભામાં વિરોધપક્ષનાં નેતા પદે અનુભવી છે. ભારતની એકતા અખંડીતતાનાં મુદ્દે પંજાબી સુબા/શીખીસ્તાન મેળવવા ઝંખતા વિભાજીત બળોને તાબે થવાને બદલે નેસ્ત નાબુદ કરવા લશ્કરી પગલા લઈને દેશની અખંડીતતા ટકાવનાર મક્કમ મનોબળ ધરાવનાર પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીની તેમના જ રક્ષકો દ્વારા થયેલ હત્યાનાં કારણે શુન્યાવકાશ ટાળવા રાજીવગાંધીને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાચવવાની ભારતના વડાપ્રધાન પદની આવી પડેલ જવાબદારી આવનાર સમયમાં ભારત સૌથી આગળ ક્યાંય પાછળ ન રહે તેવી જાણકારી, ટેકનોલોજીને ઉપયોગી બનાવવા જાણકારી મેળવવા વૈશ્વિક તજજ્ઞોની પસંદગ કરનાર વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં ટેલીકોમ નિષ્ણાંત સામ પિત્રોડાથી લઈ આર્થિક નીતીનાં જાણકાર ડો. મનમોહનસિંહની સેવા રાષ્ટ્રહિતમાં ઉપયોગી બનાવી તેમજ તેમના દાદામહ જવાહરલાલ નેહરૂની ડાબેરી ઝોકની સમાજવાદી નીતીનાં માનવીય અભિગમને સ્વીકારી/સાચવી મુક્ત આર્થિક ઉદારીકરણનાં ઝોકે રોકાણકાર, ઉપભોક્તાનાં હિતોને સાચવતી વ્યવસ્થાનું ભારત કોર સેક્ટરમાં જરૂરીયાતની સાધન સામગ્રીનું ઘર આંગણે ઉત્પાદન/વૈશ્વિક રોકાણકારો માટે મુડી રોકાણની સલામતી તેમજ કમાણી પર હક્કની વર્લ્ડ ટ્રેડ કોર્પોરેશનનાં પરિણામોની સ્વીકૃતિની અમલવારીનાં પાયા પર પછીની સરકારો દ્વારા રાજકીય અસ્થિરતા છતાં નરસિંહરાવની સ્થિરતા માટે આર્થિક મુશ્કેલીઓમાંથી સવેળા માર્ગ કાઢનાર નાણામંત્રી મનમોહનસિંહજી પછી દેશનાં વડાપ્રધાન બન્યે ૧૦ વર્ષનાં સુશાસનની સ્વીકૃતિ/નોંધ વિશ્વભરમાં જાણીતી બની છે.